માંગરોળ તાલુકાના લોએજ ગામના પીઠિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળ તાલુકાના લોએજ ગામના પીઠિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામમાં રહેતા કવિબેન લખમણભાઈ પીઠિયા ઉ.વર્ષ(૮૦) કે જેઓ
જગમાલભાઈ લખમણભાઈ પીઠિયાના માતૃશ્રી થાય છે. જેમનું તા.૨૩-૧૧-૨૦૨૧ કારતક વદ ચતુર્થીને મંગળવારના રોજ હ્રદયરોગના કારણે દુઃખદ અવસાન થયેલ છે.આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આથી લોએજ ગામના સામાજીક અગ્રણી શ્રી મસરીભાઈ બામરોટીયાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીને જાણ કરતા હાલ અધ્યારુ હોસ્પિટલ-માંગરોળ ખાતે ફરજ બજાવતા શ્રી રાજેશભાઈ સોલંકી તેમજ હરદિપસિંહ જેઠવા દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.જે ચક્ષુનો સ્વિકાર દિવ્યેશભાઈ જેઠવા દ્વારા કરવામાં આવ્યો હતો.અને કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
દસ દિવસના ટુંકાગાળામાં લોએજ ગામમાં બે ચક્ષુદાન થયા છે.
પીઠિયા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન- આરેણા બિરદાવે છે અને કવિબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.
પીઠિયા પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
પિઠિયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી આપને પ્રભુ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.
સ્વર્ગસ્થ શ્રી કવિબેનના આત્માને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….
ll જય શ્રી કૃષ્ણ ll