મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેસ અનુસંધાને લોએજ ની કોલેજ ના સંચાલક દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યા

મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેસ અનુસંધાને લોએજ ની કોલેજ ના સંચાલક દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યા
આજ રોજ તા.૨૩/૧૧/૨૦૨૧ ને મંગળવારે મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેસ અનુસંધાને જૂનાગઢ જિલ્લાની માંગરોળ તાલુકાની લોએજ ગામની શ્રીમતી વી.એમ.ચાંડેરા આટૅસ એન્ડ કોમસૅ કોલેજ લોએજ તા.માંગરોળના વિધાર્થીઓને સંસ્થાના સંચાલક શ્રી ડો.વેજાભાઈ એમ.ચાંડેરા દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે અમો અને અમારા પરિવારમાં અને અમારા ગામમાં ૧૦૦/- ટકા યુવા મતદારોની નોંધણી કરાવીશું અને આગામી આવનારી તમામ ચુંટણીઓમાં ૧૦૦/- ટકા મતદાન થાય તેવા તમામ પ્રયત્નો કરીશું.અને મતદાર યાદી સુધારણા કાયૅક્રમમાં અમારા ગામમાં આવેલ સરકારી કમૅચારીઓ બી.એલ.ઓ.ને જરૂરી તમામ સાથ સહકાર આપીશું .અને અમારા ગામમાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવીશું .ભારત માતા કી જય.