માણાવદર, વંથલી અને માળિયાના ગામડાઓમાં કિશોરી, મહિલાઓને એનિમિયા અંગે માર્ગદર્શન અપાયું

માણાવદર, વંથલી અને માળિયાના ગામડાઓમાં કિશોરી, મહિલાઓને એનિમિયા અંગે માર્ગદર્શન અપાયું
એનિમિયા અને કૃપોષિત નિવારણ તાલીમમાં ૪૦૯ કિશોરી, મહિલાઓ સહભાગી બની
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તથા ડીસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એનિમિયા અને કૃપોષણ નિવારણ તાલીમનું આયોજન જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે. જેમાં માણાવદર તાલુકાના કોડવાવ ખાતે વંથલીના નાગલપુર અને શાપુર તથા માળિયાહાટીના ખોરાસાગીર અને માળિયા ખાતે તાલીમ યોજવામાં આવી હતી.
જેમાં કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ અને એનિમિયાના કારણે સ્વાસ્થ્ય પર અસર જેવી બાબતો પર જાગૃતતા લાવવા માટે ગ્રામ્યકક્ષાએ જે કિશોરીઓમાં હિમોગ્લોબીનની ખામી હોય તેવી કિશોરીઓને એનિમિયા નિવારણ તાલીમ અંર્તગત એનિમિયા શું છે? એનિમિયાના લક્ષણો શું હોય છે? એનિમિયાના કારણે કેવા પ્રકારના રોગ થઇ શકે છે? અને એનિમિયાને કેવી રીતે દુર કરી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સહભાગી થયેલ તમામ કિશોરીઓને એનિમિયા નિવારણ કીટ અને આઇઇસી વિતરણ તેમજ પૌષ્ટિક ભોજન આપી સમજ આપવામાં આવી કે શરીર માટે પૌષ્ટિક આહાર કેટલો જરૂરી છે. ગામની ૪૦૯ કિશોરીઓ અને મહિલાઓ સહભાગી થઇ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા શક્તિ કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.