દિવાસા ગામની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાના તિરંદાજી માં ગોલ્ડ મેડલ મેળવી વતન આવતા સ્વાગત કરાયું

દિવાસા ગામની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાના તિરંદાજી માં ગોલ્ડ મેડલ મેળવી વતન આવતા સ્વાગત કરાયું
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામના રહેવાસી અને એકલવ્ય મોડેલ એન્ડ રેસિડેન્સિયલ સ્કૂલ અંબાજીમાં અભ્યાસ કરતી ભારતી બેન નાથાભાઈ ગરચર તારીખ 14/11/2021ના રોજ ઉત્તર પ્રદેશના બારાબંકી મુકામે રાષ્ટ્રીય કક્ષાના આર્ચરી (તિરંદાજી)🏹 સ્પર્ધાની 18 મીટરની રેન્જમાં એકલવ્ય મોડેલ એન્ડ રેસિડેન્સિયલ સ્કૂલ અંબાજી ગુજરાત તરફથી ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) જીતી પોતાના ગામે આવતા રબારી સમાજ પ્રમુખ,તાલુકા ભાજપ મહામંત્રી દાના ભાઈ ખાંભલા એ શાલ તેમજ પુષ્પગુછ થી સન્માનિત કરીતમામ વિદ્યાર્થીઓ એ પ્રેરણા લેવા અપીલ સાથે શુભકામનાઓ પાઠવી જેમાં દીવાસા ગામના સરપંચ પ્રા.માધ્યમિક શાળાના આચાર્ય વિધાર્થી તેમજ રાજભાઈ ગરચર, સુદાભાઈ, રામભાઈ ચાવડા, રાણા ભાઈ માસ્તર ભુવઆતા કિસા આતા વગેરે આગેવાનો સાથે રહી સન્માન કરતા રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્ય, માલધારી સમાજ,શાળા અને ગામનું નામ રોશન કરતા તમામ નો આભાર માનેલ.