ગીર-સોમનાથ જિલ્લા કલેકટરને દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા રાજ્યના દિવ્યાંગ લોકોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરવામાં આવી

ગીર-સોમનાથ જિલ્લા કલેકટરને દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા રાજ્યના દિવ્યાંગ લોકોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરવામાં આવી
ગુજરાત રાજ્યના દિવ્યાંગ લોકોની માંગણીઓને સંતોષવા ગીર સોમનાથ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.જેમા જણાવ્યા અનુસાર રાજ્યમાં અંદાજે 11 લાખ દિવાંગતો વસે છે.જેમના હકો અને અધિકારો માટે 2018 થી દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા સરકારમાં આવેદનપત્રો આપવામાં આવ્યા હતા પરંતુ આજદિન સુધી ઉકેલ આવેલ નથી.જેમાં તમામ દિવ્યાંગોને મહિને 5 હજાર પેન્શન આપવા, 0 થી 16 બી પી એલ યાદીમાં નામ ઉમેરવા, સીધું ધિરાણ મળે તેવી વ્યવસ્થા કરવા, 2016 દિવ્યાંગ ધારાને ચુસ્તપણે અમલમાં મૂકવા, પાર્લામેન્ટ સુધી પ્રતિનિધિત્વ આપવા, રોજગારી આપવા અને ખેતી માટે જમીન આપવા સહિતની બાબતો ને લઇને ગીર સોમનાથ દિવ્યાંગ અધિકાર મંચ ના પ્રમુખ ચંદુ ભાઈ મુલચંદાણી અને ઉપપ્રમુખ જાદવ વિનોદભાઈ સહિતનાઓ એ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
રિપોર્ટ : રાહુલ કારીયા,
વેરાવળ