હિંમતનગર:સાબરકાંઠા જિલ્લાના રોજગાર વાચ્છુંકો માટે વોક ઈન ઈન્ટરવ્યું

હિંમતનગર:સાબરકાંઠા જિલ્લાના રોજગાર વાચ્છુંકો માટે વોક ઈન ઈન્ટરવ્યું
Spread the love

હિંમતનગર:સાબરકાંઠા જિલ્લાના રોજગાર વાચ્છુંકો માટે વોક ઈન ઈન્ટરવ્યું

સાબરકાંઠા અધિક્ષક ડાકઘરની કચેરી હિંમતનગર ધ્વારા ટપાલ જીવન વીમા – ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટની નિયુકિત માટે “વોક ઇન ઇન્ટરવ્યુ” નું આયોજન કરવામાં આવ્યું છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. જે અધિક્ષક ડાકઘરની કચેરી સાબરકાંઠા વિભાગ, હિંમતનગર, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ ખાતે તારીખ ૨૪-૧૨-૨૦૨૧ના રોજ સવારે ૦૯:૩૦ થી ૧૮:૦૦ કલાક સુધી રાખવામા આવ્યું છે .
ઉમેદવારોએ પોતાના બાયોડેટા ની સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, અન્ય કેવાયસી ડોકયુમેંટ અને અનુભવ સર્ટિફિકેટ જો કોઈ હોય તો તેની ખરી નકલ અને ઓરિજનલ સાથે લાવવાના રહેશે .
યોગ્યતાની શરતો –
અ. ઉમર : ૧૮ થી પ૦ વર્ષ
બ. અભ્યાસ : – ધોરણ -૧૦ પાસ અથવા કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સમકક્ષ શૈક્ષણિક લાયકાત ક. પાત્રતા ધરાવતા વર્ગ : – ભૂતપૂર્વ વીમા સલાહકાર , આંગણવાડી કાર્ય કર , મહિલા મંડળ કાર્યકર , એક્સ , સર્વિસમેન , નિવૃત શિક્ષકો , બેરોજગાર , સ્વરોજગાર યુવાનો , પંચાયત સંચાર સેવા કેન્દ્ર એજન્ટ , પોસ્ટ ઓફિસ
પ્રાથમિકતા વીમા વેચવાનો અનુભવ , કોમ્યુટરની જાણ કરી ધરાવનાર , સ્થાનિક ક્ષેત્ર ની જાણકારી ધરાવનાર
કમિશન કે ઇનસેન્ટિવ સરકારશ્રી ના નિયમાનુસાર મળશે.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!