રાજકોટ માં PGVCL ની ૪૪ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું

રાજકોટ માં PGVCL ની ૪૪ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.
રાજકોટ માં PGVCL દ્વારા આજે શહેરમાં સતત ચોથા દિવસે વીજ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજી-૧, આજી-૨, પ્રહલાદ પ્લોટ, આજી ઇન્ડસ્ટ્રીયલ અને મિલપરા સબ ડિવિઝન હેઠળ આવતા ચુનારવાડ શેરીનં.૧ થી ૮, મનહરપરા, બેડીપરા, સમૃદ્ધિ સોસાયટી, શિવધારા, મયુરનગર, શક્તિ સોસાયટી, શિવાજીનગર, કુબલીયાપરા, ન્યુ વિજયનગર, કસ્તુરબાવાસ, લાખાજીરાજ, ઉદ્યોગનગર શેરીનં.૧ થી ૮, જય ઓરકાશ શેરીનં.૧ થી ૧૦, ભગવતીપરા મેઈન રોડ, રિવર બેંક એરિયા, ઘાંચીવાડ શેરીનં.૬ થી ૧૦, જીલ્લા ગાર્ડન ચોક, ભવાનીનગર, નવયુગપરા, કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ સિટી સર્કલ વિભાગ-૧ હેઠળની જે કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. તેમાં PGVCL ના મેનેજીંગ ડિરેકટર વરૂણકુમાર બરનવાલ પણ જોડાયા હતા. તેઓએ ભગવતીપરા વિસ્તારમાં ફિલ્ડ ઉપર હાજર રહી વીજ ચેકીંગની કામગીરી નિહાળી સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એન.જી.કારીયા, કોર્પોરેટ ઓફિસના વિજિલન્સ અધિકારી બી.એન.શાહ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. PGVCL દ્વારા આજની ચેકીંગ ડ્રાઇવમાં ૪૪ ટિમો બનાવવામાં આવી હતી. આ ટિમો દ્વારા S.R.P ની ૧૩, GUVNL પોલીસની ૪ અને લોકલ પોલીસની ૬ ટિમોને સાથે રાખી કનેક્શનોનું સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.