ઉવારસદ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવારે ચુટણી કાર્યાલયનુ ઉદઘાટન કર્યું

ઉવારસદ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવારે
ચુટણી કાર્યાલયનુ ઉદઘાટન કર્યું
ઉવારસદ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર જીવણજી પ્રતાપજી ઠાકોરના ચુટણી પ્રચાર કાર્યાલયની આજે ભારે જન મેદની વચ્ચે શુભ શરૂઆત કરવામા આવી હતી. આ પ્રસંગે ગામના તમામ વોર્ડના કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. ચુટણી કાર્યાલયનુ ઉદઘાટન ગામના યુવા અગ્રણી ટીનાજી ઠાકોરના હસ્તે સરપંચ પદના ઉમેદવાર જીવણજી ઠાકોર અને વોર્ડ સભ્યો અને કાર્યકરોની હાજરી મા કરવામા આવ્યો હતો. જેમા તમામ ૧૪ વોર્ડના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો અને ગ્રામજનોમા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.