જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં ત્રણ દિવસ યોગ શિબિર યોજાશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં ત્રણ દિવસ યોગ શિબિર યોજાશે
તા.૧૭,૧૮ અને ૧૯
ડિસેમ્બરના રોજ સવારે ૬ થી ૮ યોગ શિબિર
જૂનાગઢ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના રમત-ગમત મેદાન ખાતે તા. ૧૭,૧૮,૧૯ ડિસેમ્બરના રોજ સવારે ૬ થી ૮ વાગ્યા સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત જૂનાગઢ ખાતે ત્રણ દિવસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલ દ્વારા કૃષિ યુનિવર્સિટીના રમત-ગમત મેદાન ખાતે તા. ૧૭,૧૮ અને ૧૯ ડિસેમ્બરના રોજ સવારે ૬ થી ૮ વાગ્યા સુધી યોગ કરાવવામાં આવશે.
આ યોગ શિબિરનો મુખ્ય હેતું લોકોનું સ્વાસ્થ્ય જાળવવાનો છે. યોગ થકી અનેક બિમારીઓ દૂર કરી શકાય છે. આ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા જૂનાગઢ ખાતે ત્રણ દિવસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હોવાનું યોગ બોર્ડ દ્રવારા જણાવાયુ છે.