ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે માનવતા ગ્રૂપ દ્વારા ત્રીજા બ્યુટી પાર્લર કેન્દ્રનો પ્રારંભ

ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે માનવતા ગ્રૂપ દ્વારા ત્રીજા બ્યુટી પાર્લર કેન્દ્રનો પ્રારંભ
ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે માનવતા ગ્રૂપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્રનો પ્રારંભ થયો હતો જેનો દીપ પ્રાગટ્ય યાશિકા રાવત, લક્ષ્મી રાવત , જીગ્ના રાજગોર, પ્રિયા સાધુ, શિફા ખાન, સંજુ ચૌહાણ, આરતી પરમાર , રોશની ખાન તેમજ પુષ્ટિ શર્મા એ કર્યો હતો.
ઉપસ્થિત તાલીમાર્થી બહેનોએ માનવતા ગ્રૂપ દ્વારા સ્થાનિક બહેનો માટે આ કેન્દ્ર શરૂ કરવા બદલ આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી . આ પ્રસંગે માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચાએ બહેનોને માનવતા ગ્રૂપ માં જોડાવવા બદલ અભિનંદન આપ્યા હતા અને આ કેન્દ્રમાં જોડાઈ સ્વરોજગારલક્ષી તાલીમો દ્વારા તેઓ આગળ વધે અને અન્ય બહેનો ને પણ આગળ વધારવા પ્રેરણા પૂરી પાડે તેવું જણાવ્યું હતું .આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દીપ્તિ શર્મા એ કર્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.