શંખેશ્વરના ડૉ. જીજ્ઞાબૅનશેઠ દ્વારા જૈન સંઘના પ્રશ્નો વિશે મુખ્યમંત્રી જોડે વિગતવાર ચર્ચા કરી

શંખેશ્વરના ડૉ. જીજ્ઞાબૅનશેઠ દ્વારા જૈન સંઘના પ્રશ્નો વિશે મુખ્યમંત્રી જોડે વિગતવાર ચર્ચા કરી
Spread the love

શંખેશ્વરના ડૉ. જીજ્ઞાબૅનશેઠ દ્વારા જૈન સંઘના પ્રશ્નો વિશે મુખ્યમંત્રી જોડે વિગતવાર ચર્ચા કરી..

મુખ્યમંત્રીએ રસ લઈને પ્રશ્નો સાંભળ્યા બાદ યોગ્ય નિરાકરણ માટે તત્પરતા દર્શાવી..

ગાંધીનગર જૈન ઉપાશ્રય ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમાજ ઉત્કર્ષ તથા રાષ્ટ્રહિત અંતર્ગત સંવાદ યોજાયો…

ગાંધીનગર શ્વે.મૂ.પૂ. જૈન સંઘ, સે-22 ખાતે ભવ્ય ચાતુર્માસ કરાવેલ તપાગચ્છીય પ્રવર સમિતિ ના કાર્યવાહક મહામાંગલિક પ્રદાતા પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ. વિજયઅભયદેવસૂરીશ્વરજી મહારાજસાહેબ તેમજ આ.ભ.વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ ની નિશ્રામાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતા હેઠળ સમાજ ઉત્કર્ષ અને રાષ્ટ્રહિતનો સરસ સંવાદ યોજાયો હતો.જૈન ઉપાશ્રયમાં તપાગચ્છીય પ્રવર સમિતિ ના કાર્યવાહક મહામાંગલિક પ્રદાતા પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ.વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજસાહેબ તેમજ આ.ભ.વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ ની નિશ્રામાં આ કલ્યાણમય સંવાદનું રૂડું આયોજન થયું હતું.


સાંજે ૭ વાગ્યે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આગમન બાદ જિનાલય ખાતે ભગવાનના દર્શન કરીને, તેઓ ઉપાશ્રયમાં પધાર્યા આજનો પ્રસંગ હતો જૈન ધર્મ, સંઘ અને ટ્રસ્ટના કાર્યો વિશે વિશદ ચર્ચા
પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજસાહેબ એટલે એવી પાવન પ્રતિભા, કે જેમને હૈયે બારેમાસ સમસ્ત સંસારના કલ્યાણની ભાવના રમે છે. ચહેરા પર શાંત – સાત્વિક તેજ, હસતો ચહેરો, હૃદયમાં કરુણાનું ઝરણું, આંખમાંથી વરસતી અમીયલ સરિતા ને જનકલ્યાણ માટે જેમનું જીવન ધૂપસળીની માફ્ક મહેકી રહ્યું છે એવું પવિત્ર વ્યક્તિત્વ. એમની ગરિમામય ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. એમની સાથે પૂ. મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજ એટલે માનવતાના મશાલચી. એમની પાસે બેસીએ એટલે એમનો મૃદુ સ્વભાવ અને સંયમિત જીવનની ઉર્જા આપણને પ્રભાવિત કરે. એમની વાણી અને વિચારોનો પ્રભાવ ને પ્રતાપ એવો તેજસ્વી. સાથે સાથે સૌને સાથે લઈ ચાલે. સારા કાર્ય માટે, સેવા માટે સતત પ્રેરણા આપે. જીવનને વધુ ને વધુ ઉજ્જવળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડે.

તપાગચ્છીય પ્રવર સમિતિ ના કાર્યવાહક મહામાંગલિક પ્રદાતા પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ. વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજસાહેબ તેમજ આ.ભ.વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ ની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં રહેનાર વિશેષ મહાનુભાવોમાં હેમેન શાહ સંજય જૈન વિભા શાહ ( સુરત) ( તુષાર શાહ જીજ્ઞાબેન શેઠ ( શંખેશ્વર ) વગેરે આ બેઠકમાં જોડાયા હતા .
સૌપ્રથમ માનનીય મુખ્યમંત્રીનું સંઘ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં, હેમેન્દ્ર શાહ, ભરત શાહ, નીતિન સંઘવી, ચેતનભાઈ ઇત્યાદિ જોડાયા હતા. ત્યારબાદ, જૈન ધર્મ, સમાજના પ્રશ્નો, સંઘ તેમજ જૈન ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓ વિશે વિગતવાર ચર્ચા થઈ હતી. જેમાં ખાસ તો વિભાબેન પારેખ અને ડૉ. જીજ્ઞા શેઠ દ્વારા જૈન સંઘના પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી. માનનીય મુખ્યમંત્રીએ રસ લઈને આ પ્રશ્નો સાંભળ્યા અને એના યોગ્ય નિરાકરણ માટે તત્પરતા દર્શાવી હતી.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!