રાધનપુરના વાલીમિકી નગરમા લોકોને પીવાના માટે વલખા..

રાધનપુરના વાલીમિકી નગરમા લોકોને પીવાના માટે વલખા..
રાધનપુરમા ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ સર્જાઈ:
આગામી સમયમાં પાલિકાનો ઘેરાવો કરી ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી..
રાધનપુરના નર્મદા કોલોની પાછળ વાલીમિકી નગરમા સ્ટ્રીટ લાઈટ પીવાનું પાણી રોડ રસ્તાના પ્રશ્નો યથાવત…
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ભર ઉનાળે પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે મળતી માહિતી મુજબ રાધનપુરના નર્મદા કોલોની પાછળ વાલીમિકી નગરમા સ્ટ્રીટ લાઈટ પીવાનું પાણી રોડ રસ્તાના પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છૅ.છેલ્લા દોઢ મહિનાથી પીવાનું પાણી નહીં આવતા પ્રજાજનો પરેશાન બન્યા છે.ત્યારે રાધનપુરમા ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ સર્જાતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.
રાધનપુરના નર્મદા કોલોની પાછળ વાલ્મિકી નગરમાં રોડ રસ્તા,પીવાનું પાણી, અને સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો હોય તંત્ર સામે લોકોએ નારાજગી દર્શાવી હતી. મહત્વનું છે કે રાધનપુરના નર્મદા કોલોની પાછળ વાલીમિકી નગરમા લોકોને પીવાના માટે વલખા મારવા પડી રહ્યા છે આ સોસાયટીમા 45થી વધુ મકાનો આવેલા છૅ.ત્યારે લોકોને પીવાનું પાણી નહીં મળતા સોસાયટીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સોસાયટીના લોકોને પીવાનું પાણી 300 રૂપિયા આપી ટેન્કર મારફતે વેચાતું પાણી લાવવું પડે છૅ:–
રાધનપુરના નર્મદા કોલોની પાછળ વાલ્મિકી નગરમાં પીવાનું પાણી ટેન્કર મારફતે વેચાતું લાવવા લોકો મજબુર બન્યા છે. સોસાયટીના લોકોના જણાવ્યા મુજબ 300 રૂપિયા આપીને વેચાતું પાણી લાવી રહ્યા છૅ અને નગર પાલિકામાંથી પાણી ટેન્કર આવે છૅ જે પાલિકામાં આ 300 રૂપિયા ટેન્કરના લેતા હોવાના મહિલા કૉંગેશ પ્રમુખ જયાબેન ઠાકોર દ્વારા આક્ષેપ કરાયો છૅ.ત્યારે શહેરમાં પાલિકા જ પીવાના પાણીના પૈસા લેતી હોય ત્યારે લોકો ઢોર ઢાંખર ને પાણી પીવડાવવા વાપરવા પાણી ક્યાંથી લાવે કેટલા પૈસા ખર્ચ કરે વગેરે સવાલો ઉભા થયાં છૅ.
બેરોજગારી અને મોંઘવારી વચ્ચે પીવાનું પાણી પણ શહેરમાં ન આવતા લોકો પરેશાન બન્યા છૅ.હાલ એકતરફ મોંઘવારી અને બેરોજગારી એ માથું ઉંચક્યું છૅ ત્યારે આવા સમયે રાધનપુરમા ભર ઉનાળે પીવાનું પાણી 300 રૂપિયા આપી ને લાવવું કે ઘર ચલાવવું વગેરે સવાલો લોકોમાં થઈ રહ્યા છે.
તંત્ર પાસે પીવાના પાણીની માંગ કરતા રાધનપુરના શહેરીજનો,દોઢ મહિનાથી પીવાનું પાણી નહીં આવતા લોકો બન્યા પરેશાન:-
રાધનપુરના વાલ્મિકી સોસાયટીમા પીવાના પાણીનો પ્રશ્ન જટિલ બન્યો છૅ.છેલ્લા દોઢ મહિનાથી પીવાનું પાણી નહીં આવતા લોકો પરેશાન છૅ. લોકોના જણાવ્યા મુજબ દોઢ મહિના પહેલા પણ ખારું પાણી આવતું હતું. આમ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ બની છૅ.પીવાના પાણીની સાથે સાથે અહીં રોડ રસ્તામાં મટેરીયલ યોગ્ય ગુણાવતા વાળું વાપરવામાં ન આવ્યું હોવાના જયાબેન ઠાકોર દ્વારા આક્ષેપ કરવામા આવ્યા છૅ.
પાઈપલાઈન પણ આ વિસ્તારમાં ખોદકામ દરમિયાન તોડી દેવામાં આવી છૅ.જેનું સમારકામ પણ થયું નથી.જ્યાં સમારકામ થયું છૅ ત્યાં અધ્ધરવું સમારકામ કર્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છૅ.
આગામી સમયમાં પાલિકાનો ઘેરાવો કરી ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી:-
ભર ઉનાળે લોકૉ પીવાના પાણી માટે વલખા મારતા તંત્ર પાસે પીવાનું પાણી પહોંચાડવા લોકો માંગ કરી રહ્યા છૅ.આમ, રાધનપુરમા ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે જેમાં ક્યાંક ને ક્યાંક તંત્ર મૂકપ્રેક્ષ હોય તેવું જોવા મળી રહ્યું છૅ.
આ વિસ્તારમાં ઝડપથી પીવાના પાણીનું નિવારણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં પાલિકાનો ઘેરાવો કરી ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોર દ્વારા ઉચ્ચારવામાં આવી છૅ.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300