બાબરા ના ખાખરીયા ગામે સરકારી જમીનમાં ખાણ ખનીજ વિભાગ દ્રારા કરવામાં આવતા સર્વે સામે ગામજનોએ વિરોધ નોંધાવ્યો

બાબરા ના ખાખરીયા ગામે સરકારી જમીનમાં ખાણ ખનીજ વિભાગ દ્રારા કરવામાં આવતા સર્વે સામે ગામજનોએ વિરોધ નોંધાવ્યો
Spread the love

બાબરા તાલુકાના ખાખરીયા ગામે સરકારી જમીનમાં ખાણ ખનીજ વિભાગ દ્રારા કરવામાં આવતા સર્વે સામે ગામજનોએ વિરોધ કરતા મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું….

બાબરા તાલુકાના ખાખરીયા ગામે ખાખરીયા થી કરિયાણા રસ્તા ઉપર સરકારી પડતર જમીન આવેલ છે. આ જમીન સરકારી હોવાથી ગઇ તા. ૧૪/૧૨/૨૦૨૧ ના રોજ જમીનનું સર્વે કરવામાં આવેલ છે. પરંતુ ખાખરીયા ગામની વસ્તી આસરે ચાર હજાર જેટલી આવેલ હોય અને આ સરકારી જમીન ગામની ઉપરવાસમાં આવેલ હોય અને ગામતળ નીચે આવેલ છે. જેના લીધે ઉપરોક્ત ખાણ ખનીજ વિભાગ દ્રારા કોઈ પણ વ્યકિતઓને કે એજન્સીઓ, કંપનીઓ ને જમીન ફાળવવામાં આવે તો આ જમીન ઉપર ફાળવેલ વ્યકિતઓ ઉદ્યોગ કે ખાણ કરે તો તેને લીધે ગામજનોને ભારે મુશ્કેલીઓ પડે તેમ હોય અને આ સરકારી પડતર જમીન ની આજુબાજુ માં આ જ ગામના ઘણા બધા ખેડૂત ખાતેદારો કળદ્રૂપ જમીન આવેલ તેને પણ ખૂબ જ મોટા પાયે નુકશાન થાય તેમ છે. જેથી ઉપરોક્ત સર્વે કરવામાં આવેલ જમીન કોઈ વ્યક્તિઓને કે એજન્સીઓને કે કંપનીઓને ન ફાળવવા અમારો ગામ જનનોને સખત વાંધો હોય જેથી આ બાબતે યોગ્ય નિર્ણય કરવા ખાખરીયા ગામજનોએ આવેદનપત્ર આપેલ. આ તકે ઉપસ્થિત શ્રી વિપુલભાઈ કચેલા, ગ્રામ પંચાયતના સરપંચશ્રી મયુરભાઈ મનુભાઈ વિરોજા,શ્રી મુન્નાભાઈ મલકાણ તેમજ ખાખરીયા ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

રિપોર્ટ : ગોરધન દાફડા બાબરા

IMG-20211216-WA0036.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!