લીલીયા મોટા ખાતે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો

લીલીયા મોટા ખાતે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો
આજરોજ મોટા લીલીયા ખાતે અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા ના સૌજન્યથી લીલીયા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રખર વક્તા, દ્રઢ મનોબળના ધની, પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૯૭ મી જન્મજયંતી પર લીલીયા મુકામે ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ગૌતમભાઈ વિછીયા, લીલીયા પટેલ સમાજ પ્રમુખ શ્રી કાંતિભાઈ શિંગાળા,તાલુકા પંચાયત સભ્ય શ્રી ધનશ્યામભાઈ મેધાણી,પૂર્વ મહામંત્રી શ્રી હસુભાઈ હપાણી,યુવા ભાજપ મહામંત્રી શ્રી વિપુલભાઈ પાડા, કિસાન મોરચાના મહામંત્રી શ્રી ભરતભાઈ શેલડીયા, મહિલા મોરચાના અગ્રણી શ્રી સરલાબેન દવે, બાલાભાઈ ભરવાડ સરપંચ શ્રી વાઘણીયા ગ્રામ પંચાયત તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા