ડભોઇ મોટા હબીપુરા પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી

ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામ પાસે આવેલ શ્રી નોબલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નોબલ પબ્લિક સ્કૂલ ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા ક્રિસમસ નાતાલ પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા ભણતર ની સાથે સાથે બાળક નું સર્વાંગી વિકાસ થાય અને ભારતીય સંસ્કૃતિ વિશે સમજણ મેળવે તે હેતું થી તમામ તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે..નાતાલ ના તહેવાર નિમિતે સ્કૂલ ના પ્રમુખ એ.એ. માધવાણી ના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના બાલભવન વિભાગના નાના ભૂલકાઓ સાન્તાક્લોઝ બન્યા હતા અને બાળકો એ પણ ઈસુ ખ્રિસ્તી ના જન્મ દિન અને જીવન પર નાટક રજૂ કર્યું હતું. ઉપરાંત વિવિધ ગીતો પર ડાન્સ,ગરબા,ચિત્ર સ્પર્ધા ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરી નાતાલ પર્વ ની ઉજવણી કરી હતી. શાળાના સંચાલક એ. એ.માધવાણી દ્વારા વિદ્યાર્થીઓ ને નાતાલની શુભેચ્છાઓ આપી હતી અને આવનાર ઈસુ વર્ષ 2022ની શુભકામનાઓ પાઠવી તેમજ નવાવર્ષ ના મંગળ પ્રવેસમાં દેશ અને દુનિયા કોરોનાથી સંપૂર્ણ મુક્ત થાય તેવી આશા વ્યક્ત કરી હતી.