હળવદ ના જીવદયા પ્રેમી એ ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને લેખિત રજુઆત કરી

હળવદ ના જીવદયા પ્રેમી એ ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને લેખિત રજુઆત કરી
હળવદ ના જીવદયા પ્રેમી એ ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિબંધિત ચાઈનિશ દોરી નું અને ટુક્કલ નું ગેરકાયદેસર વહેચાણ સદંતર બંધ થાય તે બાબતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને લેખિત રાજુયાત કરી
હળવદ ના જીવદયા પ્રેમી અને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપન દવે એ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી ને ઉતરાયણ પર્વ પર જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલ ના થતા ગેરકાયદેસર વહેચાન સંપૂર્ણ પણે બંધ થાય તે અંગે લેખિત રાજુયાત કરતા જણાવ્યું છે કે ઉત્તરાયણ પર્વ હિન્દૂ સંસ્કૃતિ નું ખુબ મહત્વ નું પર્વ છે આ પર્વ દાન અને પુણ્ય નો અનેરો મહિમા છે અને પતંગ અને દોરી થી સર્વે ગુજરાતીઓ આનંદ માણતા હોઈ છે પરંતુ ચાઈનિશ દોરી કે જે માનવીઓ અને અબોલ પશુ પક્ષીઓ ને ગંભીર રીતે ઘાયલ થાય તેવા અનેક કિસ્સાઓ ભૂતકાળ માં બન્યા છે અને ટુક્કલ થી અનેક જગ્યા એ આગજની ના બનાવો પણ ભૂતકાળ માં બન્યા છે ત્યારે આ વર્ષે ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે આ કાતિલ ચાઇનીસ દોરી અને ટુક્કલ નું ગેરકાયદેસર વહેચાણ આ વર્ષે સદંતર બંધ થાય તો અનેક અબોલ પશુ પક્ષીઓ અને મહામૂલી માનવ જિંદગીઓ ને ઘાયલ અથવાતો મોત ના મુખ માં જતા બચાવી શકીશું આપ સાહેબ આ અંગે ઘટતી કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીઓ ને સૂચના આપશો તેવા કરબદ્ધ પ્રાર્થના કરી અને લેખિત અરજી કરી છે ત્યારે ચાઈનીઝ દોરી થી કોઈ જાન માલ ને નુકસાન નો થાય તે માટે યોગ્ય પગલાં ભરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે
રિપોર્ટ: રમેશ ઠાકોર હળવદ