જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીએ કોરોનાના દર્દીઓ સાથે વિડિયો કોલથી વાત કરી આરોગ્યની ચકાસણી કરી

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીએ કોરોનાના દર્દીઓ સાથે વિડિયો કોલથી વાત કરી આરોગ્યની ચકાસણી કરી
આરોગ્ય વિભાગને સાથે રાખી પેરા મીટર અને ઇન્ડીકેટરર્સની ચકાસણી નિયમિત થઇ રહી છે
જૂનાગઢ : કોરોનાના કેસની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ દ્વારા આજે જૂનાગઢ જિલ્લાના કોરોનાના પોઝીટીવ આવેલ દર્દીઓ સાથે વિડિયો કોલીંગથી વાત કરીને દર્દિની તબિયત વિશે તથા દર્દીને આપવામાં આવતી આરોગ્યની સારવાર અને સેવાઓ વિશે ચકાસણી કરવામાં હતી. હોસ્પિટલમાં દાખલ થયેલ હોય કે ઘરે હોમ આઇસોલેશનમાં રાખેલ હોય તમામ દર્દિઓની આરોગ્ય સુખાકારીની ચિંતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જૂનાગઢ દ્વારા અંગત રસ લઇને કરવામાં આવે છે. આ ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિ ધ્યાને લઇને લોકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ અંગેના તમામ બાબતોના પેરા મીટર અને ઇન્ડીકેટરર્સની ચકાસણી નિયમિત રીતે દરરોજ આરોગ્ય વિભાગ સાથે રહીને કરવામાં આવી રહી છે.