દાત્રાણાના ખેડૂત નથુભાઇને જુનુ ચલણ અને સિકકાઓ સંગ્રહ કરવાનો શોખ

દાત્રાણાના ખેડૂત નથુભાઇને જુનુ ચલણ અને સિકકાઓ સંગ્રહ કરવાનો શોખ
Spread the love

દાત્રાણાના ખેડૂત નથુભાઇને જુનુ ચલણ અને સિકકાઓ સંગ્રહ કરવાનો શોખ

વિવિધ દેશનું ચલણ તથા આઝાદી પહેલાના સિક્કાનો સંગ્રહ કર્યો

બાળકો જુના સિક્કા દ્રારા ઇતિહાસને જાણી શકે તે માટે સંગ્રહ કરે છે

    જૂનાગઢ : મેંદરડા તાલુકાના દાત્રાણાના ખેડૂત નથુભાઇ એભાભાઇ પીઠીયાને અનોખો શોખ છે. તેમણે આઝાદી પહેલાના ચલણી સિક્કાઓ તથા જૂદા-જૂદા દેશનું  ચલણ અને સિકકાઓનો  સંગ્રહ કર્યો છે. આ જૂના ચલણ દ્વારા બાળકો ઇતિહાસ જાણી શકશે તેવું નથુભાઇએ જણાવ્યું હતું.

        આપણો ઇતિહાસ જાણવા માટે જુના સિક્કાઓ પણ મહત્વના છે. પહેલાના રાજાઓ પોતાના નામના સિક્કાઓ પણ બનાવડાવતા. આ સિકકાઓ જે તે સમયનો ઇતિહાસ જાણવા ઘણા ઉપયોગી છે. ત્યારે આ પુરાણ ઇતિહાસ બાળકો સિક્કા દ્વારા જાણી શકે તે માટે દાત્રાણાના ખેડૂત નથુભાઇ એભાભાઇ પીઠીયાએ જૂના ચલણી સિક્કાઓ અને વિવિધ દેશનું  ચલણ એકત્રિત કરી રાખ્યું છે.

નથુભાઇએ જણાવ્યું હતું કે, મને જુના ચલણી સિક્કા અને વિવિધ દેશનું ચલણ એકત્રિત કરવાનો શોખ છે. કોઇ પાસે હું જૂના સિક્કા કે ચલણી નોટ જોવ તો તેની ભારતીય રૂપિયા આપી ખરીદી કરી લઉ છું. વર્ષોથી આવી રીતે મે જૂના સિક્કા અને વિવિધ દેશની ચલણી નોટો એકત્રિત કરી રાખી છે. અત્યારે મારી પાસે રાણી, સિક્કા, દોકડા, આઝાદી પહેલાના ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સિક્કા, સહિત વિવિધ દેશના ચલણી સિક્કા અને નોટનો સંગ્રહ છે.

        આ સિક્કા અને નોટનો સંગ્રહ એટલા માટે કર્યો કે, આવનારી પેઢીના બાળકો પણ આપણા ઇતિહાસનો પૂરાવો જોઇ શકે તે માટે મે આ સિક્કાનો સંગ્રહ કર્યો છે. અને હજુ પણ કોઇ પાસે આવા જૂના સિક્કા અને ચલણી નોટ જોઇ જાવ તે ભારતિય ચલણ આપી ખરીદી કરી લઉં છું.સિક્કા જોવા માટે લોકો તેમના ઘરે પણ આવે છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!