પ્રાચી તીર્થ ની સોમનાથ એકેડમી વિદ્યાર્થીઓને કોરોના વેક્સીન આપવામાં આવી

પ્રાચી તીર્થ ની સોમનાથ એકેડમી વિદ્યાર્થીઓને કોરોના વેક્સીન આપવામાં આવી.
પ્રાચી તીર્થ..સરકાર દ્વારા જે ૧૫થી ૧૮ વર્ષના બાળકોને વેક્સીન આપવા માટે મંજૂરી આપવામાં આવી છે તેને લઈ રાજ્ય ભરમાં આરોગ્ય વિભાગ દ્વારા પુર જોશમાં બાળકોને વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આવેલ સોમનાથ એકેડેમી માં આજરોજ પ્રાસલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા સોમનાથ એકેડમી ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વેક્સીન લીધી હતી. ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનેશન રસી આપવામાં આવી હતી. જેમાં સ્કૂલના આચાર્ય વનરાજભાઈ બારડ તથા સ્કુલ સ્ટાફ અને આરોગ્ય વિભાગ દ્વારા સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો..
રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી તીર્થ