રાજકોટ : કોરોના સંક્રમણ અટકાવવા પોલીસની કામગીરીમાં સહકાર આપવા અપીલ

રાજકોટ શહેરીજનોને પણ કોરોના સંક્રમણ અટકાવવા પોલીસની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી છે. પોલીસ કમિશનર
રાજકોટ માં કોરોના વાયરસને અટકાવવા રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સમગ્ર શહેરના પોલીસ સ્ટાફને આદેશ આપી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરાવવા અનુરોધ કર્યો છે. તેમજ શહેરીજનોને પણ કોરોના સંક્રમણ અટકાવવા પોલીસની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી છે. કફર્યુનો સમય ૨ કલાક વધારવામાં આવતા રાતે ૧૦ થી અને સવારે ૬ વાગ્યા સુધી કફર્યુનો અમલ કરાવવા પોલીસ સ્ટાફને સુચના આપવામાં આવી છે. વેપાર ધંધા માટે દુકાનોને ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે, ધોરણ-૧ થી ૯ સુધીનો અભ્યાસ કરાવતી તમામ શાળાઓને બંધ રાખવી, રાજકીય, સામાજીક, લગ્ન પસંગ અને ધાર્મિક કાર્યક્રમોમાં ૪૦૦ વ્યક્તિઓ જ હાજરી આપી શકશે, અંતિમ યાત્રા અને દફન વિધીમાં ૧૦૦ વ્યક્તિઓ જોડાઇ શકશે તેમ જાહેરનામાં દ્વારા જણાવ્યું છે. સિનેમા હોલ, જીમ, સ્વીમીંગપુલ, વોટર પાર્ક, લાઇબ્રેરી, ઓડીટોરીયમની ક્ષમતાના ૫૦% સંખ્યા સાથે ચાલુ રાખી શકાશે, હોટલ અને રેસ્ટોરન્ટ તેની ક્ષમના ૭૫% સંખ્યામાં ચાલુ રાખી શકશે તેમજ પાર્સલની હોમ ડીલીવરી રાત્રે ૧૧ વાગ્યા સુધી કરી શકાશે, S.T અને ખાનગી વાહનમાં ક્ષમતાના ૭૫% સાથે મુસાફરોની હેરાફેરી કરી શકાશે અને રાત્રી કફર્યુમાંથી બસ ટ્રાન્સપોર્ટ સેવાને મુક્તિ આપવામાં આવી છે. તમામ પ્રવૃતિ સાથે જોડાયાલી વ્યક્તિઓએ વેક્સિનના ૨ ડોઝ લીધા હોવા જરૂરી છે અને સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે તેમજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જરૂરી અને અનિવાર્ય કામ વિના ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.