પ્લાસ્ટિકના ચોખા માટે અન્ન પુરવઠા મંત્રી નિવેદન આપે: કાંગવી સરપંચની માંગ

પ્લાસ્ટિકના ચોખા માટે અન્ન પુરવઠા મંત્રી નિવેદન આપે: કાંગવી સરપંચની માંગ:
રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં જે ચોખાનું વિતરણ કરવામાં આવે છે. તેની સામે પ્રજામાં ભારે શંકા-કુશંકા ઓ ઉભી થવા પામી છે . જેને લઇને કેટલાક લોકો નું કહેવું છે. કે આ પ્લાસ્ટિકના ચોખા છે. જેથી છુટો છવાયો લોક વિરોધ થાય છે પણ તે અંગે ખુલાસો કરવા માટે અન્ન પુરવઠા ખાતું કુંભકર્ણની નિદ્રામાં હોવાનું લાગે છે.
જેમાં સસ્તા અનાજની દુકાનમાં આપવામાં આવતુ અનાજ -ચોખા માં ભેળસેળ અને પ્લાસ્ટિકના ચોખા જેવુ પ્રાથમિક અનુમાન માલુમ પડે છે. જેને સળગાવતા પ્લાસ્ટિકના ચોખા લાગી રહ્યું હોવાનું અનુમાન છે જેથી આદિવાસી સમાજના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે, જેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.આવા ચોખા ખાવા થી લોકો ને આરોગ્ય પર આડ અસર થવા ની શક્યતા વ્યક્ત કરી હતી. પ્રજા ની ફરિયાદ ને લઈ
તા.07/01/2022 ના રોજ કાંગવી ગામના સરપંચ અરવિંદ લ ચૌધરી , તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ , મરઘમાળ સરપંચ રજનીકાંત પટેલ, આદિવાસી એકતા પરિષદ ધરમપુર ના કમલેશ પટેલ, ઉત્તમ ભાઈ ગરાસિયા, યોગેન્દ્ર પટેલ , કાંગવિ ગામ ના યુવા વગેરે એ આગેવાનો સાથે મામલતદાર ધરમપુરને અરજી આપી હતી સાથે નકલ વલસાડ કલેકટરને પણ મોકલાવી હતી.
જોકે ચારેક માસ પૂર્વે ખેરગામ તાલુકામાં પણ આવા શંકાસ્પદ ચોખાનુ વિતરણ થયેલું જેની ફરિયાદ મળતા મામલતદાર શ્રી નિરીલ મોદી તત્કાળ ઘટનાસ્થળે પહોંચી જઈ જાતે ખરાઇ કરી હતી. ચોખાને જાતે રંધાવ્યા હતા- ખાધા પણ હતા પરંતુ આ -કૉટેડ- ચોખા હોવાનું તારણ નીકળ્યું હતું.
અવાર નવાર ચોખા સામે શંકા પ્રેરક અહેવાલ આવે છે તો સરકારના અન્ન પુરવઠા ખાતાએ અને સંબંધિતમંત્રીશ્રીએ આ અંગે સઘન જાત તપાસ કરીને જાહેર નિવેદન બહાર પાડવું જોઈએ અને ચોખા કેવા છે, કેટલી ગુણવત્તાવાળા-આરોગવા યોગ્ય છે તેની વપરાશકારોને જાણ કરવી જોઈએ, જેથી શંકા પર પૂર્ણવિરામ મુકાય.
રિપોર્ટ : અંકેશ યાદવ, ખેરગામ