રાપર માં પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી શરૂ

રાપર માં પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી શરૂ
રાપર પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી સાથે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી
કચ્છ : રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા કોવિડ૧૯ ને આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેમ લોકો અને વેપારીઓ ધુમી રહ્યા છે ત્યારે થોડા દિવસ અગાઉ રાપર પોલીસ દ્વારા લોકોને કોરોના સામે રક્ષણ મળે તે માટે માસ્ક પહેરી બહાર નીકળવા માટે અનુરોધ સાથે માસ્ક પણ લોકો ને તથા દુકાનદારો ને પહેરાવ્યા હતા પરંતુ કોરોના ને આમંત્રણ આપતા હોય તે રીતે લોકો માસ્ક વગર જોવા મળતા હતા ત્યારે બોર્ડર રેન્જ આઈજીપી જે આર મોથાલીયા ની સુચના થી પુર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પી એન ઝીઝુવાડીયા પીએસઆઇ જી જી જાડેજા અને પોલીસ સ્ટાફ દ્વારા વગર માસ્કે ફરતા વીસ જેટલા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી તો શહેર મા એસ.ટી રોડ દેના બેંક ચોક સલારી નાકા ભૂતિયા કોઠા રોડ એસ.ટી ડેપો ખોડીયાર મંદિર રોડ ત્રંબો ત્રણ રસ્તા માર્ગ પ્રાગપર ચોકડી સહિત ના વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી જેમાં ટુ વ્હીલર ૧૭ અને ફોર વ્હીલર છ સહિત ૨૩ વાહનો ડિટેઈન કરવામાં આવેલા તો સ્થળ પર ૨૨ લોકો ને દંડ આપવામાં આવ્યો હતો તો ડિટેઈન થયેલા વાહનો ને આરટીઓ એ ૬૮૦૦૦/= નો દંડ ફટકાર્યો હતો આમ રાપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતાં માસ્ક વગર ફરતા લોકો અને ટ્રાફિક ને અડચણરૂપ રાખતાં વાહન ચાલકો મા ફફડાટ ફેલાયો છે
રીપોર્ટ : મહેશ રાજગોર