લુંટની કોશિષ કરતા આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ

લુંટની કોશિષ કરતા આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ
પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓએ હાઇવે ઉપર બનતા લુંટના બનાવો શોધી કાઢવા તેમજ રોકવા બાબતેની સુચના આધારે
ગઇ તા.૧૬/૦૧/૨૦૨૨ ના રોજ રાત્રીના ત્રણેક ઇસમો મો.સા ઉપર તણછા ગામ નજીક આવેલ ગોપાલ હોટલની નજીકમાં હાઇવે રોડ ઉપર પથ્થરમારો કરી વાહનચાલકો પાસેથી રૂપિયા તથા અન્ય ચિજવસ્તુની લુંટ કરી રહેલાની પોલીસને જાણ થતા તુરત જ અમો પો.સ.ઇ તથા પોલીસ માણસો સાથે સદર જગ્યાએ જઇ એક છટકુ ગોઠવવામાં આવેલ
આ છટકાની કામગીરીમાં પોલીસ છુપી રીતે રોડ પર નિકળતા વાહનોને જોતી હતી તે દરમ્યાન મળેલી બાતમી મુજબના ત્રણ જેટલા ઇસમો હાથમાં પથ્થર સાથે રોડ તરફ આવી રોડ ઉપર જતા વાહનોને રોકવાની કોશિષ કરી પથ્થરમારો કરતા હતા
આ તકને પોલીસ દ્વારા ઝડપી લઇ આરોપીને પોલીસ માણસોથી થતી લુંટને અટકાવવા આરોપીઓને પકડવા પીછો કરવામાં આવ્યો તે દરમ્યાન ત્રણ ઇસમો પૈકી એક ઇસમને દોડી પકડી પાડી આમોદ પો.સ્ટે લાવી ગુ.ર.ન પાર્ટ A-11199003220019/2022 IPC કલમ- ૩૯૩, ૧૧૪, મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આમ હાઇવે પર થતી લુંટને અટકાવવા પોલીસે તેમની સમય સુચકતા વાપરેલ છે
પકડાયેલ આરોપીનું નામ :
(૧) સૈફ શહીદ નસીબ ખાન જાતે-મુસ્લીમ ઉ.વ-૧૯ રહે- કેરવાડા, ખાન ફળીયુ તા.આમોદ જી.ભરૂચ
વોન્ટેડ આરોપીઓનુ નામ :
(૧) મોઇન મકસુદ અમરસંગ રાણા (ર) અજીમ જલાલુદ્દીન ફતેસિંહ રાણા (૩) ફિરોઝ ઇમ્તિયાઝ પઠાણ તમામ રહે. ફેરવાડા તા.આમોદ જી.ભરૂચ
ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) પો.સ.ઇ જે.જી.કામળીયા (૨) ( A.ડ.i. ) દેવેન્દ્રસિંહ કનકસિંહ બ. ન ૭૦૨ તથા હોમગાર્ડના માણસો
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756