જૂનાગઢ જિલ્લામં હોમ આઇસોલેશનમાં ઘરે સારવાર મેળવતા કોવિડ- પેશન્ટ સાથે વિડિયો કોલથી સંપર્ક કરાશે

જૂનાગઢ જિલ્લામં હોમ આઇસોલેશનમાં ઘરે સારવાર મેળવતા કોવિડ- પેશન્ટ સાથે વિડિયો કોલથી સંપર્ક કરાશે
Spread the love

જૂનાગઢ જિલ્લામં હોમ આઇસોલેશનમાં ઘરે સારવાર મેળવતા કોવિડ- પેશન્ટ સાથે વિડિયો કોલથી સંપર્ક કરાશે

જિલ્લા કલેકટર – જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ દર્દિને ઘરે મળતી સારવારની તકેદારી લેશે

કોરોના વોરીયર્સને પ્રીકોશન ડોઝ સમયસર મેળવી લેવા અનુરોધ

      જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં થર્ડ વેવમાં હાલ એક પણ દર્દિ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ નથી. જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં હાલ કુલ ૨૬૭ કેસ પૈકી ૧૬૨ એક્ટીવ કેસ છે અને ૧૩૫ ડિસ્ચાર્જ કરાયા છે. હોમ આઇસોલેશનમાં ઘરે સારવાર મેળવતા દર્દિઓને દવા,સારવાર તેમજ હેલ્થ વર્કરની વિઝિટ સહિતની બાબતો અંગે ઉચ્ચ અધિકારીઓ વિડિયો કોલથી સંપર્ક સાધી વિગતો મેળવશે.

જિલ્લા કોર કમિટીની જૂનાગઢ ખાતે મળેલ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી રચિત રાજે કહ્યુ કે રેન્ડમલી સમયાંતરે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દિઓ સાથે સંપર્ક સાધવામાં આવશે. તેમને ઘરે મળતી આરોગ્ય સારવાર, હેલ્થ વર્કરની વિઝિટ સહિત તેમના ખબર-અંતર પુછાશે જેથી તેમને મોટીવેશન મળે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ દ્વારા પણ દર્દિઓ સાથે વાત કરાશે. આ ઉપરાંત સીડીએચઓ તેમજ ઉચ્ચ અધિકારીઓને પણ દર્દિઓ સાથે વિડિયો કોલથી સંપર્ક સાધવા જિલ્લા કોર કમીટીએ સુચનાઓ આપી હતી.

        બેઠકમાં કોવિડ ટેસ્ટીંગ, ટ્રેસીંગ સાથે રસીકરણ તેમજ ધનવંતરી રથ અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપતા કહ્યુ કે, હેલ્થ વર્કર તેમજ ફ્રન્ટ લાઇન કોરોના વર્કરોને હાલ જિલ્લામાં પ્રીકોશન ડોઝ  આપવાની કાર્યવાહી ગતીમાં છે. તેમાં ઝડપ લાવવાં સાથે તમામ કોરોના ફ્રન્ટ લાઇન વર્કરોને પ્રીકોશન ડોઝ સમયસર મેળવી લેવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો છે.

        કોવિડ કોર કમિટીની બેઠકમાં આસીસ્ટન્ટ કલેકટર શ્રી અંકીત પન્નુ,  હનુલ ચૌધરી, ઉપરાંત અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણીયા, સી.ડી.એચ.ઓ, સીવીલ સુપ્રિટેન્ડન્ટ,સીવીલ સર્જન,  આરોગ્ય વિભાગના અધિકારીઓ સહભાગી થયા હતાં.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!