Post Views:
152
હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશને સાચી વિલાજિયો રીસોર્ટ અને હોટેલ ગ્રાન્ડ બંસરી ના સહયોગથી વિજાપુરમાં ડ્રગ્સના દુરૂપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે હાઈ ઓન લાઈફ સાયક્લોથોનનું આયોજન કર્યું.
આજે જ્યારે સમગ્ર વિશ્વ અને ભારત માદક દ્રવ્યોના દુરૂપયોગના જોખમ સામે લડી રહ્યું છે, ત્યારે હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશન એ સાચી વિલાજિયો રીસોર્ટ અને હોટેલ દ ગ્રાન્ડ બંસરી ના સહયોગથી અનોખી રીતે માદક દ્રવ્યો સામે જાગૃતિ ફેલાવવા માટે અને ભારત નો ૭૩મો પ્રજાસત્તક દિવસ ઉજ્જવા હેતુ હાઈ ઓન લાઈફ સાઈકલ-એ-થોનનું આયોજન કર્યું હતું. આ સાઇક્લેથોન મા સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના ની ગાઇડલાઇન નું સંપૂર્ણ પણે ચુસ્ત પાલન કરવામાં આવ્યુતું અને માર્યાદિત ફક્ત ૫૦ સાઇકલિસ્ટ વચ્ચે આ સાઇક્લેથોન યોજવામાં આવી હતી અને આ રીતે ‘Say No To Drugs’ અને સ્વસ્થ જીવનશૈલી જીવવાનો સંદેશ આપ્યો હતો.
આ સાયકલ-એ-થોન નો ઉદેશ્ય માત્ર ફિટનેસ અને સારા સ્વાસ્થ્યને જ નહીં, પણ આનંદ અને ઉત્સાહ સાથે ડ્રગ-મુક્ત જીવન જીવવાનો સકારાત્મક સંદેશ ફેલાવવાનો હતો. આ સાયકલ એ થોન નું વિઝન સાઇકલિંગ દ્વારા સમાજમાં ડ્રગ સેવન ના કારણે થતા જોખમ વિશે ને કેવી રીતના તેનું આપણા સ્વાસ્થ્ય સાથેના ગાઢ સંબંધ છે તેની જાગૃતિ ફેલાવવાનું હતું. અત્યાર સુધી ભારતમાં સાયકલને ગરીબ માણસનું પરિવહન, ધનવાનોનો શોખ અને વૃદ્ધો માટે તબીબી પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે પણ આ સાઇક્લેથોન દ્વારા સાયકલિંગ વિશે જાગૃતિ ફેલાવીને આ ધારણાને બદલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો કારણ કે સાયકલ ચલાવવી એ અનેક રોગો માટે શ્રેષ્ઠ કસરત છે અને તે લોકોને ફિટ અને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરી શકે છે.
આ સાયકલથોન વિજાપુરની હોટલ ગ્રાન્ડ બંસરીથી શરૂ થઈને ચાંગોદના સાચી વિલાજિયો રીસોર્ટ ખાતે સમાપ્ત થઈ હતી. સાયકલેથોનનો રૂટ ૧૫ કિલોમીટરનો હતો. આ સાયકલ-એ-થોનમાં ૫૦ જેટલા સાયકલ સવારોએ ભાગ લીધો હતો. વિજાપુરના આદરણીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલના હસ્તે સાયકલથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી. તેમની સાથે હોટલ ગ્રાન્ડ બંસરીના હાર્દિક પંડ્યા, સાચી વિલાજિયો રીસોર્ટ ના અનિલ બ્રહ્મભટ્ટ અને સાગર બ્રહ્મભટ્ટ, હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશનના સાગર બ્રહ્મભટ્ટ અને કૃણાલ શાહ ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા.
સાઇક્લેથોન ના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ એ કહ્યું કે ” આજ ના યુવાનો પાસે અનેક તકો છે પણ ડ્રગ્સ અને દારૂ ના રવાડે ચઢીને તેઓ પોતાની જિંદગી ખરાબ ના કરે અને ડ્રગ્સ એ પરિવાર, સમાજ, કાયદો અને વ્યવસ્થા, દેશ બધા માટે એક મોટું દુષણ બની ગયું છે. યુવાનો એ સ્ટ્રેશસ ફ્રી રહેવા માટે અને વ્યસન થી દુર રહેવા માટે પોતાની જાત ને મનગમતી પ્રવૃત્તિ માં વ્યસ્ત રાખવું જોઈએ, પરિવાર તથા મિત્રો સાથે સારો સમય વિતાવવો જોઈએ અને નિયમિત કસરત અને સારી ઊંઘ લેવી જોઈએ.” આ સાથે તેમને એ બી કહ્યું કે “સાયક્લોથોન સામાજિક ઉદ્દેશ્યમાં યોગદાન આપવાની તક પ્રદાન કરે છે. સાયકલ ચલાવવું એ એક મહાન તણાવ દૂર કરનાર સાબિત થાય છે. તે વ્યાયામ કૌશલ્ય વિકસાવવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે અને આમ કોઈપણ પ્રકારના વ્યસનને ના કહેવા માટે મદદ કરે છે. અને સાયકલિંગ એ સક્રિય અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રવેશદ્વાર છે. અને આ સાથે સમાજ માં ડ્રગ્સ ના સેવન સામે મોરચો ખોલવો અને એના થી દૂર રહેવાનો સંદેશો આપવો એ સોના માં સુગંદ ભરી દે છે.”
એની સાથે સાથે ડ્રગ્સ થી દૂર રહેવા અને એની જાળ માં ના ફસાવા હાજીર તમામ લોકો એ શપથ પણ લીધા. અંતે તમામ સાઇકલિસ્ટ ને પ્રોત્સાહન આપવા મેડલ અને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
વધુ કોઈ પણ માહિતી માટે સંપર્ક :
કૃણાલ શાહ , હાઈ ઓન લાઈફ ફોઉન્ડેશન
૯૪૦૯૧૧૩૦૦૭
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756