ભરૂચ : નલ સે જલ યોજના” અંતર્ગત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

ભરૂચ : નલ સે જલ યોજના” અંતર્ગત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો
Spread the love

ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને “નલ સે જલ યોજના” અંતર્ગત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

–> રૂા.૨૬૧.૭૧ લાખના અંદાજીત ખર્ચે પાણી પુરવઠાના કામનું નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના વરદહસ્તે કરાયું ભૂમિપૂજન

–> ૩૫૦૦ ઘરોને આ યોજના હેઠળ લાભ મળશે

–> પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છેઃ
-: નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ

ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના વરદ હસ્તે ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે લોકભાગીદારીથી અંદાજીત રૂા.૨૬૧.૭૧ લાખના ખર્ચે “નલ સે જલ”ની પાણી પુરવઠા યોજનાનો ભૂમિપૂજનનો કાર્યક્રમ પંચવટી ગાર્ડન ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોને અપુરતા પાણી, ક્ષારયુક્ત પાણી અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે, રાજ્ય સરકાર દ્વારા ઉમરાજ ગામના લોકોને કોઈ પણ રીતે પાણીની તકલીફ ન પડે તે માટે નલ સે જલની યોજના દ્વારા રૂા.૨૬૧.૭૧ લાખના ખર્ચે ૩૫૦૦ ઘરોને આ યોજના હેઠળ લાભ મળશે. આ યોજના પુર્ણ થતા ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે લોકભાગીદારીના નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત પાણી પુરવઠા યોજના હેઠળ કુલ ૯૦૦૦ થી વધુ વસ્તીને આ યોજનાનો લાભ મળશે.
તેમણે ઉમેર્યું હતું કે, સંવેદનશીલ અને પ્રગતિશીલ રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના દ્વારા આ કાર્યને વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની નેમ ઉપાડી છે, જેના પરિણામે નલ સે જલની આ યોજનાઓ થકી ભરૂચ જિલ્લાને અંતરીયાળ વિસ્તારના લોકોને પણ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર કાર્યશીલ છે.
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ધર્મેશભાઇ મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં નલ સે જલ યોજના અંતર્ગત ઉમરાજના લોકોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેમ જણાવ્યું હતું.
આજે કરાયેલ ભૂમિપૂજનમાં કુલ ૩ ઝોનમાં જેમા ઝોન-૨ અને ઝોન-૩ માં આર.સી.સી, ભૂગર્ભ સમ્પ તેમજ ઝોન-૧ થી ઝોન-૩ માં પીવીસી રાઇઝીંગ, મેઇન વિતરણ, પાઇપ લાઇન, પમ્પીંગ મશીનરી, નવી પાઈપલાઈન, નળ કનેકશન, નવા પમ્પ રૂમ, વીજળીકરણ અને પારદર્શક બોર્ડની કામગીરી હાથ ધરાશે.
આ પ્રસંગે ઉમરાજ ગ્રામપંચાયતના સરપંચશ્રી રણજીતભાઈ વસાવા સહિત તમામ સદસ્યો, સોસાયટીના પ્રમુખશ્રીઓ, આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ બાદ નલ સે જલ અંતર્ગત નંદેલાવ ગામમાં બનતી પાણીની યોજનાના કામોનું નાયબ મુખ્યદંડકશ્રી દુષ્યંતભાઈ પટેલે સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!