તા.૨૨/૦૩/૨૦૨૫ના જાહેર રજાના દિવસે પણ રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે

જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.૨૨/૦૩/૨૦૨૫ના જાહેર રજાના દિવસે પણ રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે
રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઇ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.૨૨/૦૩/૨૦૨૫ના જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં (વૈકલ્પિક દિવસે કાર્યરત સિવાયની) દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જેથી તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં (વૈકલ્પિક દિવસે કાર્યરત સિવાયની) નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300