અનડીટેકટ મોટર સાયકલ ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી ભવનાથ પોલીસ

અનડીટેકટ મોટર સાયકલ ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી ભવનાથ પોલીસ
નાગઢ રેન્જના ડી.આઇ.જી.શ્રી મનિંદર પ્રતાપસિંઘપવાર સાહેબ તથા જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રવીતેજા વાસમશેદી સાહેબ નાઓએ અનડીટેકટ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવાની સુચના આપેલ હોય આથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપસિંહ જાડેજી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.શ્રી એમ.સી ચુડાસમા તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભવનાથ પોલીસ સ્ટેશનનો અનડીટેકટ મોટર સાયકલ ચોરીનો ગુનો હોય આ કામે ફરીયાદીશ્રી શામજીભાઇ કાળાભાઇ મુછડીયા રહે.બાલોટ ગામ, તા.વંથલી જી.જુનાગઢ વાળાનુ ચોરીમાં ગયેલ મોટર સાયકલ હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી. નંબર GJ-11-HH-7509 નુ કિ.રૂ.૧૫,૦૦૦/- નુ જુનાગઢ નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ)ના ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી આરોપી મનિષભાઇ રાઘવજીભાઇ ઘેલાણી જાતે પટેલ ઉ.વ.-૪૫ રહે.રાજગઢ, તા.કોટડા સાંગાણી, જી.રાજકોટ વાળાને પકડી તેની પાસેથી ચોરીમાં ગયેલ મો.સા. કબ્જે કરી આરોપીને તા.૩૦/૦૧/૨૦૨૨ ના રોજ અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(1) મનિષભાઇ રાઘવજીભાઇ ઘેલાણી જાતે પટેલ ઉ.વ.-૪૫ રહે.રાજગઢ, તા.કોટડા સાંગાણી, જી.રાજકોટ
આમ ઉપરોકત કામગીરી ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી ચુડાસમા તથા નેત્રમ શાખાના પો.સ.ઇ. પ્રતિક મશરૂ તથા ભવનાથ પો.સ્ટે.ના ASI આર.આર.બામરોટીયા, બી.પી.ડાંગર, પો.હે.કો. રાજુભાઇ ઉપાધ્યાય, કરશનભાઇ મોઢા, યુસુફભાઇ તથા પો.કો. સંદિપભાઇ વાઢીયા, અશ્વિનભાઇ મકડીયા, રાજુભાઇ ગરચર, હાર્દિકભાઇ વાઢેર, તથા Aડા પાલાભાઇ ભીખાભાઇ તથા પો.કો. દિપકભાઇ ભીમાભાઇ તથા નેત્રમ શાખાના પો.કો. ચેતનભાઇ સોલંકી, એન્જીનિયર તુષારભાઇ ટાટમીયા વિગેરેએ કરેલ છે.
ભવનાથ પોલીસ સ્ટેશન તા.૩૦/૦૧/૨૦૨૨
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756