આપણા સાડા છ કરોડ ગુજરાતીઓમાંથી કેટલા ને ગુજરાતી બરાબર લખતા વાંચતા સમજતા આવડે છે?

આપણા દરેક ઘરમા દરેક વ્યક્તિઓ પાસે ભલે ભોજન ના હોય પણ મોબાઈલ તો હશે જ. આપણે રાતદિવસ મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ.કેટલાક મિત્રો તો રાતે 2 /3-વાગ્યા સુધી ઓનલાઈન હોય છે.
મોબાઈલો આવ્યા પછી એક વાત તો સારી થઈ છે કે કેટલાક મિત્રો ગુજરાતીમાં લખતા ટાઈપ કરતા થયા છે. મને લાગે છે કે જે કામ આપણી શાળાઓ કરી શકી નહીં એ મોબાઇલો એ કરી બતાવ્યું છે. પણ દુઃખ અફસોસ સાથે કહેવું પડે છે કે આમા આપણી માતૃભાષા મા ગુજરાતીની સેવા થઈ રહી છે કે અપમાન એ ઝટ સમજાતું નથી.
કેટલાક હરખપદુડા મિત્રો માત્ર મેસેજ કે વિડિઓ બધાને ફોરવર્ડ કરી સંતોષનો ઓડકાર ખાઈ લે છે ત્યા સુધી તો ઠીક છે.પણ બીજા ઉત્સાહી નવા નવા મિત્રો પોતાની નવી વાર્તા કવિતા કે ગઝલો કે બીજી વાતો લખતી વખતે ટાઈપ કરતી વખતે એટલી બધી ભૂલોમ કરે છે કે માતૃભાષાની સેવા થઈ રહી છે કે અપમાન થઈ રહ્યું છે એ ઝટ સમજાતું નથી.
એક વાત તો છે કે હવે 100 ટકા શુદ્ધ ગુજરાતી લખવી કદાચ શક્ય જ નથી.પણ ઊડીને આંખે રોજેરોજ ખટકે એ માટે શું કરી શકાય? છે તમારી પાસે છે કોઈ વિચાર ? કોઈ આઈડિયા? કોઈ રીત?
રસ્તા પર આપણે પસાર થઈએ તે વખતે દુકાનો પરના નામવાલા સાઈન બોર્ડ પર અસંખ્ય જોડણીની શબ્દોની ઘણી બધી ભૂલો હોય છે. આપણે રોજેરોજ આ જોઈએ છીએ પણ દયાન આપતા નથી.એ આપણી અને માતૃભાષાની કમનસીબી છે.
મને હમણાં હમણાં બહુ વાંચવા સાંભળવા મળતો શબ્દ સાડા છ કરોડ ગુજરાતીઓમાંથી કેટલા ને ગુજરાતી બરાબર વાંચતા લખતા આવડે છે? આપણે ત્યા બીજા રાજ્યોના નાગરિકોની વસ્તી વધારે છે એમને બાદ કરતાં કેટલા ગુજરાતીઓને ગુજરાતી બરાબર વાંચતા લખતા આવડે છે? આ એક સર્વે કરવા જેવો છે. ખબર તો પડે આપણે ક્યાં છીએ?
અરે હમણાં અભ્યાસ કરતા શાળા કોલેજોના કેટલા મિત્રોને ગુજરાતી બરાબર વાંચતા લખતા આવડે છે? સૌથી વધુ મિત્રો ગુજરાતીમાં જ નાપાસ થાય છે. કોઈ ચોક્કસ આંકડો આપણી પાસે નથી.નહિ તો આપણી ઊંઘ ઊડી જાય.
લગભગ 60 ટકાથી વધારે વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચવા લખવા સમજવામાં તકલીફ પડે છે. કેટલા વિદ્યાથીમિત્રો રોજેરોજ અખબારો વાંચે છે? અરે ભાઈ ટેકનોલોજીના પ્રતાપે હવે આખા ભારતના અખબારો આપણા મોબાઈલમાં આવે છે કેટલા વિદ્યાર્થીમિત્રો 4/5 અખબાર રોજેરોજ વાંચે છે? કેટલા વિદ્યાર્થીમિત્રો અખબારની પૂર્તિઓ મેગેઝીન કે મહાનુભાવોના જીવન ચરિત્ર વાંચે છે? સારી ગઝલો કવિતાઓ કે વાર્તાઓ વાંચે છે?
કેટલા વિદ્યાથીમિત્રો ગાઈડની મદદ વીના જવાબો લખી શકે છે?આપણે ભણતા હતા તે વખતની કવિતાઓ કરો રમકડાં કૂચ કદમ કે રીછ એકલું ફરવા ચાલ્યું હજી 40 વરસ પછી પણ યાદ છે ને મિત્રો કે ભૂલી ગયા?
કેટલાક શિક્ષકમિત્રો નિવૃત્તિ પછી પણ ખાસ્સા એવા સક્રિય છે એ આપણા માટે આનંદની વાત છે. કેટલા વિદ્યાર્થીઓને મફત ટ્યુશન આપી રહ્યા છે. ફી ચોપડા કે પુસ્તકો માર્ગદર્શન સલાહ સુચન આપી રહ્યા છે. એ સેવાભાવિ શિક્ષકમિત્રોને સુપર દુપર સેલ્યુટ
મારા એક પ્રિન્સીપાલ મિત્ર તો બહુ મોટા સાહિત્યકાર છે એમને સાહિત્યપ્રવૃતિઓ માટે 3 વરસ પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે એ સાહેબ હવે ફુલ ટાઈમ સાહિત્ય પ્રવૃતિઓ ધમધમાવી રહ્યા છે બધા વિધાથીમિત્રોને યોગ્ય સલાહ સૂચન અને બનતી મદદ કરી રહ્યા છે. ક્યાં ભલામણ કરી ફોન કરી કામ કરી આપે છે. આ સજ્જન મિત્રને આપણા બધા તરફથી સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે શુભેચ્છાઓ પાઠવીએ આવા તન મન અને ધનથી માતૃભાષાની સેવા કરવાવાલા વિરલાઓ છે ત્યા સુધી ગુજરાતી ભાષાનો જયજયકારની ગુંજ હજુ વધુ જોરશોરથી ગુંજશે.
જય જય ગરવી ગુજરાત
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756