ડાંગ દરબારના રંગમંચ ઉપર રજૂ થશે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની ભરમાર

ડાંગ દરબાર-૨૦૨૨:
–
ડાંગ દરબારના રંગમંચ ઉપર રજૂ થશે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની ભરમાર:
સતત ચાર દિવસો સુધી મેળાવાસીઓ આદિવાસી નૃત્યોની રમઝટ માણી શકશે:
તા: ૧૧: ડાંગ જિલ્લાના એકમેવ ઐતિહાસિક લોકમેળાની ભવ્યતાને ચાર ચાંદ લગાવતા સતત ચાર દિવસો સુધી મેળો મ્હાલવા આવતા પ્રજાજનોને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ માણવા મળશે.
ગુજરાત પ્રવાસન નિગમ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ડાંગ દરબાર ૨૦૨૨ના ઉદ્દઘાટન સમારોહ પૂર્વે યોજાતી, રાજવીશ્રીઓની શોભાયાત્રા સાથે અંદાજિત ૨૭૬ થી વધુ કલાકારો, પોતાની કળા અને કૌંશલ્યનુ પ્રદર્શન કરવા સાથે ગીત, સંગીત અને નૃત્યોની રમઝટ બોલાવશે.
શોભાયાત્રામા રાજવીશ્રીઓની આન, બાન અને શાન સાથે ગોરાઈ પૂજન કરતી આદિવાસી મહિલાઓ, ડાંગની ભાતિગાળ નૃત્ય શૈલીના અવનવા નૃત્યો, સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા વાદ્યોની સૂર અને સુરાવલી વચ્ચે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોના પાત્રો લોકાર્ષણ જાગાવશે.
ડાંગના ભાતિગળ લોકનૃત્યો, ડાંગી ડાન્સ, ભવાડા નૃત્ય, માદળ નૃત્ય, પાવરી નૃત્ય, ગામીત નૃત્ય, સહિત હરિયાણા, પંજાબ, આસામના પરંપરાગત નૃત્યો ગુજરાતના દાહોદનુ તલવાર નૃત્ય, કચ્છી ઘોડી નૃત્ય અને ચકરી નૃત્ય પ્રજાજનોને મનોરંજન પૂરૂ પાડશે.
શોભાયાત્રા બાદ ડાંગના પોતિકા ઉત્સવ એવા ડાંગ દરબારના ઉદ્દઘાટન સમારોહમા રાજવીશ્રીઓ અને રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજાનાર ગરિમાપુર્ણ ઉદ્દઘાટન સમારોહ દરમિયાન, રંગ ઉપવનના રંગમંચ ઉપર પણ આ કલાકારો તેમનુ કૌવત ડાંગના દરબારીઓ સમક્ષ પ્રસ્તુત કરશે.
શોભાયાત્રા અને ઉદ્દઘાટન સમારોહ બાદ તા.૧૩ થી ૧૬ દરમિયાન સતત ચાર ચાર દિવસો સુધી, રંગ ઉપવનના તખ્તા ઉપર સાંજે ૦૭:૦૦ વાગ્યા થી સેંકડો કલાકારો તેમનુ કૌવત રજૂ કરી, મેળાવાસીઓને મનોરંજન પૂરૂ પાડશે.
ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સમિતિના અધ્યક્ષ શ્રી મણિલાલ ભુસારા તથા તેમની ટીમ કાર્યક્રમોની સુચારૂ આયોજન વ્યવસ્થા જાળવશે.
રિપોર્ટ. સંજય ગવળી. ડાંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756