સાસણ સિંહ દર્શન આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે કમલેશ્વર ડેમ

સાસણ સિંહ દર્શન આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે કમલેશ્વર ડેમ
હિરણ ૧ નદી પર સ્થિત ડેમથી સૂર્યોદય-સૂર્યાસ્તનો અદભુત નજારો જોવા મળે છે
કમલેશ્વર ડેમ પર થી માણો સોરઠ ધરાનું સોહામણું રૂપ
જૂનાગઢ : વિશ્વભરમાં એશિયાઇ સિંહો પ્રવાસનની દ્રષ્ટિએ આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે સાસણમાં લાખો પ્રવાસીઓ સિંહ જોવા આવે છે. સાસણમાં સિંહ દર્શન દરમિયાન ગીર નેશનલ પાર્કના રૂટ ઉપર કમલેશ્વર ડેમ પર થી સોરઠ ધરાનું સોહામણું સ્વરૂપ જોવા મળે છે. સાથે જ પર્વતોની વચ્ચેથી સૂર્યોદય-સૂર્યાસ્તનો અદભુત નજારો પણ માણવા મળે છે.
સાસણથી ૧૩ કિલોમીટર દુર આવેલ કમલેશ્વર ડેમ મગર કોલોની તરીકે પણ જાણીતો છે. હિરણ -૧ નદી પર બાંધવામાં આવેલ આ ડેમ પ્રકૃતિ અને પક્ષીઓની ફોટોગ્રાફી માટે પરફેકટ સ્થળ છે. અહિ ૩૦૦ થી વધુ પક્ષીઓ જોવા મળે છે. કમલેશ્વર ડેમથી સોરઠ ધરાનો કુદરતી સૌદર્યનો નજારો માણવા માટે બેસ્ટ ટાઇમ વ્હેલી સવાર માનવામાં આવે છે.
નેશનલ પાર્કમાં સિંહની સાથે સાથે અન્ય વન્યજીવોને નિહાળતા, આંબલા પાટિયા વિસ્તાર, ધોળી વોકળી વિસ્તાર જેવા પોંઈટ પ્રવાસીઓને નિહાળવા મળે છે. કમલેશ્વર ડેમ જે ગીર મધ્યે હિરણ નદી પર બાંધવામાં આવેલ છે. જે હિરણ-૧ સિંચાઇ યોજના તરીકે પણ અળખાય છે.કમલેશ્વર નેસ પાસે હિરણ નદી ઉપર ગીર જંગલ વિસ્તારમાં બાંધવામાં આવેલ આ ડેમનું કામ વર્ષ ૧૯૫૫માં ચાલુ કરી વર્ષે ૧૯૫૯ માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ડેમ વન્યજીવોને પીવાના પાણી માટે મહત્વનો સ્રોત છે.
કમલેશ્વર ડેમ મગર કોલોની તરીકે જાણીતો છે
કમલેશ્વર ડેમ ગીરના જંગલ મધ્યે આવેલો છે. આ બંધ તાલાલા શહેર સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ગીર જંગલના વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીનો મહત્વનો સ્ત્રોત છે.સાસણ ગીર ખાતે વનખાતાના કાર્યાલયની સિહ સદનની બાજુમાં મગર ઉછેર કેન્દ્ર આવેલુ છે. એમાં ઉછેરવામાં આવેલી મગરો અમુક વયની થાય ત્યારે આ ડેમમાં છોડવામાં આવે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756