શ્રી ગોવિંદગુરું ટ્રાયબલ ચેર દ્વારા મહિલાઓનો ભરતી મેળો યોજાયો

શ્રી ગોવિંદગુરું ટ્રાયબલ ચેર દ્વારા મહિલાઓનો ભરતી મેળો યોજાયો.
ગોધરા શ્રી ગોવિંદગુરુ ટ્રાયબલ ચેર અને એમ.જી મોટર કાર કાલોલના સયુંકત ઉપક્રમે પોલીટેકનિક હોલમાં ૨૦૦ બહેનોને ઉત્પાદન વિભાગ માટે ભરતી મેળામાં કુલ ૩૭૦ બહેનોએ ભરતી મેળામાં ભાગ લીધો હતો.એમ.જી.મોટર કાર કંપનીએ ૧૧૬ બહેનોને કોલ લેટર આપવામાં આવ્યા. બાકીની બહેનો ઊંચાઈ અને વજનના અભાવના કારણે પસંદગી પામી ન હતી. આ બધી બહેનોને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તરફથી ફૂલ ડીશ જમવાનું આયોજન કરવામાં આવ્યય હતું.આ બધી બહેનો હાલોલ, કાલોલ,ગોધરા, વાઘજીપુર,કોઠંબા ,મોરવા,વીરપુર, બાલાસિનોર, બારીયા,પંચશીલ કોલેજ એમ વિવિધ કોલેજોમાંથી વિધાર્થીનિઓએ ભાગ લીધો હતો.શ્રી ગોવિંદ ગુરુના ટ્રાયબલ ચેરના કો ઓર્ડીનેટર ડૉ. મહેશ રાઠવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના સભ્ય ડૉ. અજયસોની એ મહિલા સશક્તિકરણ એટકે સ્ત્રીઓને પુરુષની જેમ સમાજ ના દરેક હક સમાન તક કે સમાન જવાબદારી અપાવતું સમાજિક અભિયાન વિશે તેમજ કંપનીમાં કામ કરવાની પદ્ધતિ વિશે સમજાવ્યું હતું.એમ.જી મોટર વિભાગમાંથી પધારેલ રિતેશ પ્રજાપતિ તેમજ પૂર્ણિમા કરોડે એમ.જી મોટર વિશે માહિતી આપી હતી. સરકારી કોલેજમાં મોરવા(હડફ) આચાર્ય ડૉ. છાયા સાહેબ બહેનો નોકરી મળે તે માટે અભિવાદન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ર્ડા. દક્ષાબેન પટેલ તેંમજ ડૉ સુરેશભાઈ પટેલે કર્યું હતું.ડૉ. સાબતસિંહ પટેલે રજીસ્ટ્રેશન તેમજ સ્ટેજની વ્યવસ્થા કરી સંચાલન કરવામાં આવ્યું હતું. ડૉ. સુરેશ પટેલે એમ.જી મોટરના કર્મચારી તેમજ વિવિદ્ય કોલેજ માંથી પધારેલ વિધાર્થીનિઓ તેમજ પ્રાધ્યાપક શ્રીઓ તેમજ કુલપતિ શ્રી કુલસચિવ શ્રી , પોલેટેકનીક કોલેજના આચાર્યશ્રી ભુલંન્દા સાહેબ તેમજ બધી કોલેજના આચાર્યશ્રીનો આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ નામી તેમજ અનામી એમ બધીજ વ્યક્તિઓ હૃદય પૂર્વક આભર માન્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756