રાજકોટ ના દુધસાગર રોડ પરથી ઈંગ્લીશ દારૂ ભરેલી રીક્ષા પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

રાજકોટ ના દુધસાગર રોડ પરથી ઈંગ્લીશ દારૂ ભરેલી રીક્ષા પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.
રાજકોટ ના દૂધસાગર રોડ હૈદ્રી ચોક પાસે એક રીક્ષા રેઢી પડી હોવાની માહિતી મળતા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે ઘટના સ્થળે જઇ તપાસ કરતા તેમાં વિદેશીદારૂની ૧૬૮ બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂા.૧.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પેરોલ ફર્લો સ્કવોડના P.S.I બી.ટી.ગોહિલ, સીરાજભાઇ ચાનીયા અને ફિરોઝભાઇ શેખ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે દૂધસાગર રોડ હૈદ્રી ચોક પાસેથી રીક્ષા નં.GJ-03-AZ 0904 રીક્ષા રેઢી મળી આવી હતી. તેમાં તપાસ કરતા રૂા.૮૪ હજારની વિદેશીદારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૬૮ બોટલ હોવાનું માલુમ પડયુ હતું. તેમજ પોલીસે કુલ રૂા.૧.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી રીક્ષાચાલકની શોધખોળ શરૂ કરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756