માંગરોળના વાંકલ ગામે એકલવ્ય મોડેલ અંગ્રેજી માધ્યમ સ્કૂલ નો શુભારંભ કરાયો

માંગરોળના વાંકલ ગામે એકલવ્ય મોડેલ અંગ્રેજી માધ્યમ સ્કૂલ નો શુભારંભ કરાયો…
રાજ્ય સરકારે ૨૦ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે નક્કર કામગીરી કરતા આદિવાસી સમાજ ના યુવાનો ડોક્ટર એન્જિનિયર બન્યા છે..
પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા
માંગરોલ
માંગરોળ તાલુકાના વાંકલ ગામે એકલવ્ય મોડેલ સ્કુલ અંગ્રેજી માધ્યમ નો શુભારંભ કરતા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા એ જણાવ્યું કે રાજ્ય સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે પાયાની સુવિધા યુક્ત નક્કર કામગીરી કરતા આદિવાસી સમાજના યુવાનો ડોક્ટર એન્જિનિયર બની શિક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવી રહ્યા છે
રાજ્ય સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા માંગરોળ ના લવેટ ગામ ખાતે એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કુલ ની મંજૂરી આપવામાં આવી છે આવનારા સમયમાં રૂપિયા ૨૦ કરોડના ખર્ચે અદ્યતન સુવિધા યુક્ત સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ લવેટ ગામ ખાતે થશે પરંતુ હાલ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કુલ નો પ્રારંભ કામ ચલાઉ ધોરણે વાંકલ ગામે એનડી દેસાઈ સ્કૂલ ની બાજુમાં આવેલ બિલ્ડિંગમાં કરવામાં આવી રહ્યો છે
આ પ્રસંગે યોજાયેલા એક સમારંભમાં પ્રાયોજના વહીવટદાર એ.એમ. ભરાડા એ સૌનું સ્વાગત કરી એકલવ્ય મોડેલ સ્કુલ અંગે માહિતી આપી હતી વાંકલ વિસ્તારના અગ્રણી અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી એ જણાવ્યું કે આદિવાસી સમાજની પ્રગતિ ના આધાર સમાન પાણી અને શિક્ષણ બે અતિ મહત્વના કામો પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા એ કર્યા છે જેમાં આજે વધુ એક શિક્ષણ લક્ષી મોટું કાર્ય થયું છે આવનારા સમયમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે આ સંસ્થા આશીર્વાદ સમાન બની રહેશે તેમણે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા દ્વારા માંગરોળ વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસ કામો બદલ તેમનો આભાર માની કામગીરીને બિરદાવી હતી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી ના ડાયરેક્ટર અર્જુનભાઈ ચૌધરી જણાવ્યું કે ઉમરગામ થી અંબાજી સુધી ના આદિવાસી વિસ્તારમાં રાજ્ય સરકાર શિક્ષણ સાથે અનેક વિકાસ લક્ષી કામો કરી રહી છે જેમાં આ વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા નો મોટું યોગદાન છે. લવેટ યુવક મંડળ, મહિલા મંડળ અને ગામના અગ્રણી આગેવાનો દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા ને શ્રેષ્ઠ વિકાસ લક્ષી કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતુ . ગણપતભાઈ વસાવાએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર છેલ્લા ૨૦ વર્ષથી આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવવા માટે નક્કર કામગીરી કરી રહી છે ભૂતકાળમાં આદિવાસી વિસ્તારમાં એક પણ કોલેજ કે અંગ્રેજી માધ્યમની સ્કૂલ જોવા મળતી ન હતી આજે હાલના સમયે બિરસા મુંડા યુનિવર્સિટી સહિત અનેક સ્કૂલ-કોલેજો નું આદિવાસી વિસ્તારમાં નિર્માણ કરવામાં આવ્યું છે તેનું પરિણામ હાલ મળી રહ્યું છે પહેલા ડોક્ટર એન્જિનિયર ના અભ્યાસ માટેની અનામત બેઠકો ખાલી રહેતી હતી પરંતુ હવે અભ્યાસમાં આદિવાસી વિદ્યાર્થીઓ આગળ આવતા તમામ બેઠકો અનામત ક્વોટા પ્રમાણે ભરાઇ રહે છે લવેટ ગામે 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી આધુનિક સુવિધા સજ્જ એકલવ્ય મોડેલ સ્કૂલનું રૂપિયા ૨૦ કરોડના ખર્ચે આગામી સમયમાં નિર્માણ કરવામાં આવશે જ્યારે વાંકલ ગામ મીની વિદ્યાનગર શિક્ષણનું હબ બની રહ્યું છે આવનારા સમયમાં શિક્ષણ લક્ષી સુવિધાઓનો મોટો વધારો વાંકલ માં કરવામાં આવશે વધુમાં તેમણે રાજ્ય સરકારની અનેક વિકાસ લક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર દિલીપસિંહ રાઠોડ સુમુલ ના ડિરેક્ટર રીતેશભાઈ વસાવા, જિલ્લા ભાજપ મહામંત્રી દીપકભાઈ વસાવા સુરત જિલ્લા પંચાયત સહકાર સિંચાઈ સમિતિના ચેરમેન અફઝલખાન પઠાણ જિલ્લા પંચાયત દંડક દિનેશભાઈ સુરતી તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, ગ્રામ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ ચૌધરી તાલુકા પંચાયત સદસ્ય ડૉ.યુવરાજસિંહ સોનારીયા, શકુંતલાબેન ચૌધરી, તૃપ્તિબેન મૈસુરીયા, માજી તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશ ભાઈ ગામીત, માજી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ઉમેદ ભાઈ ચૌધરી, વેરા કોઈ દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામીત. વાંકલ ગામ પંચાયતના સરપંચ ભરતભાઈ વસાવા, લવેટ ના સરપંચ મનોજભાઈ વસાવા, સહિત વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેર દ્વારા કરવામાં આવ્યું હતું
…………………………
ગામની સરકારી ગૌચરની જમીન ની જાળવણી કરવા સરપંચોને અનુરોધ કરાયો…
પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ આ કાર્યક્રમમાં દરેક ગામના સરપંચોને ગૌચરની સરકારી જમીન ની જાળવણી કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો ભવિષ્યની પેઢી માટે શિક્ષણ સંકુલો આરોગ્યલક્ષી સુવિધાઓ સહિત અનેક સેવાલક્ષી કામો માટે જમીનની ખુબ જ જરૂરીયાત રહે છે ત્યારે સરપંચોએ સામાજિક જવાબદારી સમજી ગૌચરની જમીન નુ રક્ષણ કરવા પર ભાર મૂક્યો હતો.
રિપોર્ટ : નિલય.ચૌહાણ માંગરોળ સુરત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756