રાધનપુરમાં નગર પાલિકાની પાઇપ લાઇન માં ભંગાણ કરવામાં આવ્યું..

રાધનપુરમાં નગર પાલિકાની પાઇપ લાઇન માં ભંગાણ કરવામાં આવ્યું..
Spread the love

રાધનપુરમાં નગર પાલિકાની પાઇપ લાઇન માં ભંગાણ કરવામાં આવ્યું..

ભક્તિનગર સંપ ને પાણી પહોંચાડતી પાઇપ તોડનારા સામે કાર્યવાહી કરવા માંગ..

બિલ્ડર દ્વારા પોતાના સ્વાર્થ ખાતર લોકોને મળતું પાણી અટકાવ્યું છતાં તંત્રનું મૌન..

રાધનપુર શહેરના મસાલી રોડ ખાતે આવેલ ભક્તિનગર સંપ ને મીઠું પાણી પહોંચાડતી નગર પાલિકા દ્વારા નાખવામાં આવેલ પાઇપલાઇનને પોતાના સ્વાર્થ ખાતર બિલ્ડર દ્વારા તોડી લોકોને પાણી મળતું અટકાવવામાં આવ્યું હતું. નગર પાલિકા દ્વારા લાખ્ખો રૂપિયા ના ખર્ચે નાખવામાં આવેલ પાઇપ લાઇન માં ભંગાણ થયાનું માલુમ પડતા નવા વરાયેલ પ્રમુખ જાતે તપાસ કરી ફરી જોડાણ કરવા કામગીરી શરૂ કરવામાં આવી હતી.
રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર આવેલ સોસાયટીના રહીશોને મીઠું પાણી મળી રહે તેના માટે પાંચ લાખનો ખર્ચ કરી મહેસાણા રોડ પર આવેલ કેનાલ.પાસે થી પસાર થતી પાણી પુરવઠા વિભાગ ની પાઇપ.લાઇનમાં થી ભક્તિનગર સંપ સુંધી નવીન પાઇપ લાઇન નાખવામાં આવી હતી. જ્યારે વહીવટદાર ના શાસન દરમિયાન મહેસાણા હાઇવે પર નવીન સોસાયટી બનાવતા બિલ્ડર દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર નગરપાલિકાની પાઇપલાઇન તોડી નાંખી હતી. પાલિકામાં નવા વરાયેલ પ્રમુખ ને આ બાબતની જાણ થતા તેમના દ્વારા સ્થળ ઉપર પાલિકાના માણસો.મોકલી તપાસ કરાવતા મહેસાણા હાઇવે ઉપર નવીન આકાર પામતી સોસાયટીમાં થી પસાર થતી પાઇપ લાઇન તોડી નાખી આગળ પાણી ન જાય અને પોતાની સોસાયટીને જ પાણી મળી રહે તેના માટે બુચ મારવામાં આવ્યું હોવાનું નગરપાલિકાના મજૂરો દ્વારા ખાડો કરવામાં આવતા જોવા મળ્યું હતું. પ્રમુખના આદેશ અનુસાર તોડી નાખેલ પાઇપ જોઈન્ટ કરી ભક્તિનગર સુધી પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે કેટલાય સમય થી નગર પાલિકાની પાઇપ લાઇન તોડી લોકોને પાણી મળતું અટકાવી ગેરકાયદેસર કૃત્ય કરનાર બિલ્ડર સામે પાલિકાના અધિકારી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ પરંતુ પાલિકાના અધિકારી દ્વારા આજ સુધી બિલ્ડર સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેને લઈને બિલ્ડર અને અધિકારીની સાંઠ ગાંઠ હોવાનું લોકોને પ્રતીત થઈ રહ્યું છે. આ બાબતે તાજેતરમાં ચૂંટાઈને આવેલ નગર સેવકો દ્વારા પાઇપ લાઇન માં ભંગાણ કરનાર બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!