નેત્રંગ દુષ્કર્મની ઘટના ના વિરોધમાં ઉમરપાડા માં કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો

નેત્રંગ દુષ્કર્મની ઘટના ના વિરોધમાં ઉમરપાડા માં કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો…
આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી
માંગરોલ
ઉમરપાડા તાલુકા મથક ખાતે કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનોએ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી દીકરી ઉપર દુષ્કર્મ આચરવાની ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શિત કરી આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી સમાજ ની દીકરી પર થયેલ બળાત્કાર (દુષ્કર્મનો) ભોગ બનેલ દીકરી અને દીકરીના પરિવારને ન્યાય આપવા બાબત એક આવેદનપત્ર ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા ની આગેવાની હેઠળ જગતસિંહ વસાવા, જીમી વસાવા, હિતેશ પટેલ, સોહનલાલ સેન, ભુપતભાઈ વસાવા, વગેરે એ ગુજરાત રાજ્ય ના રાજ્યપાલશ્રી ને સંબોધીને લખેલું એક આવેદનપત્ર ઉમરપાડા મામલતદારને સુપરત કરીને જણાવ્યું કે તારીખ 7/3 /2022 ના રોજ રામભાઈ ભરવાડ નામના ઈસમ દ્વારા આદિવાસી દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી આવા અસામાજીક માનસિકતા ધરાવતા આરોપીને કડકમાં કડક સજા થાય દીકરી અને એમના પરિવારને ન્યાય ઝડપથી મળે એ માટે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, અને આ પરિવારને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય મળે તેમજ આરોપીને વહેલામાં વહેલી તકે સજા મળે એવી માંગ કરવામાં આવી હતી.
રિપોર્ટ : નિલય ચૌહાણ માંગરોળ સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756