માંડવી નાગરિક સહકારી બેંક નાં સૌજન્ય થી બનેલ સર્કલ નું લોકાર્પણ સાંસદ પ્રભુદાસ ના હસ્તે કરાયું

માંડવી નાગરિક સહકારી બેંક નાં સૌજન્ય થી બનેલ સર્કલ નું લોકાર્પણ સાંસદ પ્રભુદાસ ના હસ્તે કરાયું
માંગરોલ
નાગરિક સહકારી બેંક ના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુર્વણ જયંતી નિમિત્તે સૂપડી ગૌરવ પથ ખાતે સર્કલ બનાવી નગર જનો માટે ખુલ્લું મુકાતાં નગરની શોભા માં ચાર ચાંદ લાગ્યા
માંડવી: ૧૯૬૮ માં માંડવી નગરના આગેવાનો દ્વારા સફારી મંડળી શરૂ કરવામાં આવી હતી અને ૧૯૭૨ માં આ મંડળીને નાગરિક સહકારી બેંક ના નામથી સ્થાપના કરાઈ હતી જેના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુર્વણ જયંતી નિમિત્તે નાગરિક સહકારી બેંક ના સૌજન્ય થી સુપડી ગૌરવ પથ ખાતે એસટી બસ સ્ટેન્ડ ની સામે સર્કલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું આજે બેંક ના ૫૦ વર્ષ પૂર્ણ થતાં હોય જેના ભાગરૂપે નવનિર્મિત સર્કલ નું લોકાર્પણ સાંસદ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નાગરિક સહકારી બેંક ની ૧૯૭૨ માં સ્થાપના થઇ હતી બેંક પાપા પગલી થી શરૂ થઈ હતી. તે સમયના કર્મચારીઓ અને ડિરેટરો સહિત મેનેજર, ચેરમેન સહિત નાના મોટા જવાબદાર બેંક ના સ્ટાફ થી લઈને હાલના ડિરેક્ટરો, ચેર પર્સન, વાઈસ ચેરમેન, મેનેજીંગ ડીરેકટર.મેનેજર, કર્મચારીઓ. અને સ્ટાફ ની ભારે જેહમત ના કારણે બેંક ખુબ ફુલીફાલી છે.અને ઉત્તરોઉત્તર પ્રગતિના પંથે આગળ વધી રહી છે. માંડવી અને અરેઠ ગામ ના લોકો માટે નાગરિક સહકારી બેંક આશિર્વાદ રૂપ છે. તેમજ કામધેનુ ગાય સમાન સાબિત થઈ છે. આ બેંક દ્વારા નાનામાં નાના ગરીબ સભાસદો ના અટકેલા કામ પરીપૂર્ણ થયાં છે. બેંક ના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુર્વણ જયંતી નિમિત્તે નાગરિક સહકારી બેંક ના સૌજન્ય થી સુપડી ગૌરવ પથ ખાતે સર્કલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ બારડોલી નાં લોકલાડીલા સાંસદ પ્રભુદાસ વસાવા ના હસ્તે કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યકમ ની શરૂઆત દિપ પ્રાગટ્ય થી કરાઈ હતી. ત્યારબાદ બેંક ના ૫૦ વર્ષ પૂર્ણ આજરોજ થતાં હોય જેના ભાગરૂપે કેક કાપી હતી. આમંત્રિત મહેમાનો નું સાબિત સ્વાગત મેનેજીંગ ડિરેક્ટર સુનિલકુમાર એન.રબારીએ કર્યું હતું. તેમજ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરાયું હતું.આ પ્રસંગે મઢી સુગર ફેકટરી ના ડિરેક્ટર નટુભાઈ રબારી. એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ ડો વાસુદેવ જોખાકર. એજ્યુકેશન સોસાયટી ના ઉપપ્રમુખ – માજી નગર પાલિકા પ્રમુખ જગદીશ પારેખ. બેંક ના ચેર પર્સન પાવતીબેન એમ. સાગઠીયા. સહિત ના મહાનુભાવો દ્વારા ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ સાંસદ પ્રભુદાસ વસાવા ના હસ્તે નવનિર્મિત સર્કલ નું વિધિ વત પૂજા કરાવી શ્રીફળ વધેરી સર્કલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પ્રભુદાસ વસાવા એ જણાવ્યું હતું કે આજે ડિજિટલ ટેકનોલોજી સાથે બધાએ જોડાવું પડશે જેરીતે નાગરિક સહકારી બેંક નેશનલાઈઝ બેંક ની સુવિધા ને અનુરૂપ ૧૩ હજાર સભાસદો ને ડિજિટલ ટેકનોલોજી સુવિધા પુરી પાડવામાં નાગરિક સહકારી બેંક પાછળ નથી જેનો જીવતો જાગતો દાખલો હું પોતે છું માંડવી નાગરિક સહકારી બેંક ની લેવલ માં ગુજરાત માં પહેલા નંબરના લેવલની એટીએમ સુવિધા ઉપલબ્ધ કરી છે. જ્યારે આભાર વિધિ બેંકમાં ચેરપર્સન પાવતીબેન એમ.સાગઠીયાએ કયું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગર પાલિકા પ્રમુખ રેખાબેન વશી.કારોબારી અધ્યક્ષ શાલીન શુક્લ. માંડવી એપીએમસી માર્કેટ ના પ્રમુખ.સહકારી આગેવાન નરપત સિંહ વાસિયા. રાઈસ મિલના પ્રવિણ સિંહ મહિડા.સભાસદો.વેપારી ગણ. સહિત ના લોકો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : નિલય. ચૌહાણ માંગરોળ સુરત
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756