૧૯૯૮ના પુનઃ આવર્તન દાંડીકૂચના બે દાંડીયાત્રીઓએ રાયસિંગપુરા ગામે પ્રતીક દાંડીયાત્રા કરી

૧૯૯૮ના પુનઃ આવર્તન દાંડીકૂચના બે દાંડીયાત્રીઓએ રાયસિંગપુરા ગામે પ્રતીક દાંડીયાત્રા કરી
તાજેતરમાં ૧૨મી માર્ચના રોજ રાયસિંગપુરા પ્રાથમિક શાળા તા ગોધરા ખાતે ઐતિહાસિક દાંડીયાત્રા દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમાં ૧૯૯૮ના પુનઃ આવર્તન દાંડીકૂચના બે દાંડીયાત્રીઓએ રાયસિંગપુરા ગામે પ્રતીક દાંડીયાત્રા કરી દાંડીયાત્રા દિવસની ઉજવણી કરી હતી.
દરમ્યાન ઐતિહાસિક પ્રતીક દાંડીયાત્રાનું આયોજન શાળા ખાતે કરવામાં આવ્યુ હતુ જેમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી ફુલહાર પહેરાવી શુભારંભ કર્યો હતો. ૧૯૩૦માં ગાંધીજીએ કરેલા આઝાદીના સહુથી મોટા સત્યાગ્રહ દાંડીકૂચને આજે ૯૨ વર્ષ પુરા થાય છે અને ભારત સરકારના આઝાદીના અમ્રુત મહોત્સવ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ૧૯૯૮ની પુનઃ સ્મરણ દાંડીકૂચના સહભાગી યાત્રીશ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રદેશના સંયોજકશ્રી ધર્મેન્દ્ર મહેતા તથા 1998 ના દાંડીયાત્રી મહેન્દ્રકુમાર ડી પરમાર આગેવાનીમાં આ પ્રતીક યાત્રા રાયસિંગપુરા ગામમાં મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. યાત્રા ગ્રામ પંચાયતે પહોચી ત્યારે ગ્રામજનો અને દૂધ ડેરી તરફથી યોગેશ રાઠોડ, જયેંદ્ર રાઠોડ અને સાથીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કર્યુ હતુ. ગામના શ્રી સામતસિંહ રાઠોડે પણ દાંડીયાત્રાના વેશભૂષામાં આવેલ ગાંધીજીનું સૂત્રમાલા પહેરાવી દાંડીકૂચનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ .ગામમાં યાત્રા દરમિયાન બેટી બચાવો,કન્યા શિક્ષણ, રક્તપિત્ત નિવારણ, સ્વચ્છતા, ગાંધી વિચાર જેવા વિષયો ઉપર સૂત્રો પોકાર્યા હતા.અને વિધ્યાર્થીઓએ ગાંધીજી અને સાથીઓની વેશભુષા કરી ત્યારે અદ્ભૂત દ્રશ્યો સર્જાયા હતા .અા કાર્યક્રમમાં શાળાના શિક્ષકો શ્રી ચંદુભાઈ તાવિયાડ,જતીનભાઈ પાઠક , દલપતભાઈ બારીયા, ધર્મિષ્ઠાબેન સહિત ગ્રામજનો અને બાળકોએ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રી કમલેશસિંહ પરમારે ગાંધીજીના રોલમાં વિધ્યાર્થીનું ફુલહારથી સ્વાગત કર્યુ હતુ.અા પ્રસંગે ઐતિહાસિક દાંડીકૂચ વિશે શાળાના શિક્ષક મહેન્દ્ર પરમારે માહિતી આપી પોતે દાંડીકૂચમાં જોડાયા તે વખતના સંસ્મરણો વાગોડ્યા હતા.અા યાત્રામાં રાયસીંગપુરા ગ્રામ પંચાયતના સભ્યશ્રી સંજયસિંહ રાઠોડ, ડેપ્યુટી સરપંચશ્રી સૂરપાલસિંહ રાઠોડ, સામાજિક કાર્યકરશ્રી યોગેશ રાઠોડ,જેવા અનેક લોકોએ હાજરી આપી યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. કુલ 26 દિવસ ચાલેલી અને 381 કી.મીની અમદાવાદ સાબરમતી આશ્રમથી નવસારીના દરિયા કાંઠે આવેલ દાંડી સુધીની પદયાત્રાના ૯૨માં જન્મદિવસે દાંડીકૂચની ઉજવણી કરી મહાત્મા ગાંધીજીના એ સમયને યાદ કરીને તેમના જણાવેલા, સત્ય, અહિંસા જેવા અનેક ગુણોને જીવનમાં ઉતારવા ધર્મેશ મેહતાએ અનુરોધ કર્યો હતો. ગાંધીજીના વેશમાં ધોરણ 7 ના વિધ્યાર્થી કીર્તનકુમાર મુકેશસિંહ રાઠોડે દાંડીકૂચ પ્રતીક યાત્રાની આગેવાની લીધી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756