ભરુચમાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ

ભરુચમાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ
નામ. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી એસ. એચ. વોરાનાં વ૨દહસ્તે દિપ પ્રાગટય કરી
લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દીલ્હીના આદેશ અનુસાર અને નામ. ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે ભરુચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ઈ.ચા. ચેરમેન અને ભરૂચનાં જિલ્લા ઈ.ચા. મુખ્ય ન્યાયાધિશ એમ.એસ.સોનીના માર્ગદર્શન હેઠળ તેમજ શ્રી એ.એસ. પાંડે, ઈં.ચા. સેક્રેટરી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળ જિલ્લા ન્યાયલય સંકુલ, ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ન્યાયાલય સંકુલ, ભરૂચ ખાતે યોજાયેલ આ લોક અદાલતનું જિલ્લા ન્યાયાલયમાં નામ. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી એસ.એચ.વોરાના વરદહસ્તે દિપ પ્રાગટય કરી આ લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી. આ પ્રસંગે નવનિયુક્ત ન્યાયીક અધિકારી શ્રી રવીકુમાર પરમાર ધ્વારા લોક અદાલતનાં મહત્વ અને તેના લાભ વિષે પોતાનું વકતવ્ય રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નામ. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી એસ.એચ.વોરાના ડીસ્ટ્રીકટ કોર્ટ, ભરૂચ મુખ્ય મથકમાં આવેલ તમામ કોર્ટો, પ્રિલીટીગેશન માટે આવેલ તમામ સંસ્થાઓ, લેબર કોર્ટ તથા ફેમીલી કોર્ટની મુલાકાત લઈ તેઓએ જાતે રસ લઈ એક ફેમીલી કોર્ટ કેસના પક્ષકારોને સમાધાનની વાતચીત કરી સમજાવેલ હતા. આ પ્રસંગે ભરૂચ મુખ્ય મથકના તમામ ન્યાયીક અધિકારીશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ સહિત ભરૂચ વકીલ બારનાં હોદ્દેદારો સહિત વકીલશ્રીઓ અને ન્યાયીક કર્મચારી મિત્રોએ હાજર રહી આ લોક અદાલતને સફળ બનાવી હતી.
આ નેશનલ લોકઅદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ ના કેસો, નાણાં વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળત૨ના કેસો, લેબર તકરારના કૈસો, વિજળીના તથા પાણીને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન વળત૨ના કેસ, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તીના લાભોને લગતા કેસો, મહેસુલના કૈસો, ખોરાકીના કૈસો, અન્ય સીવીલ કેસો જેવા કે, (ભાડા, સુખાધીકારના અધિકાર, મનાઈ હુકમ, વિશિષ્ટ પાલનના દાવા વિગેરેના કૈસી), પ્રિ–લીટીગેશન તથા સ્પેશીયલ સીટીગસ ઓફ મેજીસ્ટ્રેસ સહિત કુલ-૧૩૨૦૮ કેસોનો નિકાલ માટે મુકાયા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756