ડાંગ જિલ્લાનાં વઘઇનો યુવાન સગીરાને ભગાડી જતા પિતાએ પોલીસમાં ફરિયાદ કરી

ડાંગ જિલ્લાનાં વઘઇનો યુવાન સગીરાને ભગાડી જતા પિતાએ પોલીસમાં ફરિયાદ કરી..
ડાંગ.27-03-2022 ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાની સગીરા યુવતીને લગ્ન કરવાની લાલચે યુવાન ભગાડી ગયો હતો.જેથી સગીરાનાં પિતાએ યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઘઇની એક સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાનાં ઈરાદે રોહિત સોનુ વાઘેરા ભગાડી જતા પિતાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.સગીરાનાં પિતા આંબાભાઇ વસંતભાઇ સુર્યવંશી રે.વધઇ હનુમાન ફળીયાનાઓએ પોતાની દીકરીને ભગાડી જનાર ઇસમ રોહિતભાઇ સોનુભાઇ વાધેરા.ઉ.23.રે.વઘઇ હનુમાનફળીયુનાઓ પોતાના પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી વાલીપણામાંથી લગ્ન કરવાનાં ઇરાદે ભગાડી લઇ ગયો છે.આ ભગાડી લઈ જનાર યુવક વિરુદ્ધ સગીરાનાં પિતાએ પોલીસ ફરીયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે આ યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
રિપોર્ટ. સંજય ગવળી. ડાંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756