ડાંગ જિલ્લાનાં બોરખલ ગામે પતિએજ પત્નીની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી

ડાંગ જિલ્લાનાં બોરખલ ગામે પતિએજ પત્નીની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી
Spread the love

ડાંગ જિલ્લાનાં બોરખલ ગામે પતિએજ પત્નીની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી..

ડાંગ27-03-2022 ડાંગ જિલ્લાનાં મોટાચર્યા ગામે કુવામાં શંકાસ્પદ હાલતમાં મળેલ મહિલાનાં લાશનું પ્રકરણ આત્મહત્યા નહી પરંતુ હત્યા નીકળતા ચકચાર મચી જવા પામી છે…. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ મોટાચર્યા ગામે એક ખેડૂતનાં કુવામાંથી બોરખલની 36 વર્ષીય મહિલાની લાશ પ્લાસ્ટિકનાં કોથળા સાથે પગમાં પથ્થર બાંધેલ હાલતમાં મળી આવી હતી.આ બનાવની જાણ સાપુતારા પોલીસ મથકે થતા સાપુતારા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને કુવામાંથી આ મહિલાની લાશ કાઢી પી.એમ કરાવી વધુ તપાસનાં અર્થે ફોરેન્સિક લેબ સુરત ખાતે મોકલાવી હતી.આ બનાવ સંદર્ભે મૃતક મહિલાનાં માતા સહિત પરિવારજનોને આત્મહત્યા નહી પરંતુ હત્યાની શંકા જતા તેઓએ ડાંગ પોલીસ વડાને લેખિતમાં અરજ ગુજારી તટસ્થ તપાસની માંગણી કરી હતી.જેમાં મૃતક મહિલાનાં માતા યશોદાબેન મોતીલાલભાઈ પવારે તેઓની દીકરીની હત્યા પતિએ જ કરી હોવાની શંકા સાથે ડાંગ એસ.પી સહિત સાપુતારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.જે ફરિયાદનાં આધારે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ. એમ.એલ.ડામોરની ટીમે આ બનાવ સંદર્ભે શંકાસ્પદ આરોપીઓને ડિટેકટ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.જેમાં ફરિયાદીની દીકરી કમળાબેન પવારનાં લગ્ન ત્રણેક વર્ષ પૂર્વે પ્રવીણભાઈ જ્યોતિગભાઈ પવાર. રે.ગોંડલવિહીર તા આહવાનાઓ જોડે થયા હતા.આ બન્નેનાં લગ્ન જીવન થયા બાદ પતિ પ્રવીણભાઈ પવાર દ્વારા પત્ની કમળાબેન પવારને વારંવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો.અને છુટાછેડા માંગી ઘરમાંથી કાઢી મૂકી બીજી પત્ની પણ રાખેલ હતી.મૃતક મહિલા કમળાબેન પવાર પતિને છૂટાછેડા આપવા તૈયાર ન હતા.જે મનદુઃખ રાખી પતિ પ્રવીણભાઈ પવાર ગત 14મી માર્ચે બોરખલ ગામેથી પિયરમાંથી પત્ની કમળાબેન પવારને પોતાની મોટરસાયકલ પર બેસાડી લઈ ગયો હતો.અને પતિ પ્રવીણભાઈ પવારે બીજી પત્નીનાં મદદગારીથી પ્રથમ પત્ની કમળાબેન પવારની કરપીણ હત્યા કરી લાશને આહવા તાલુકાનાં મોટાચર્યા ગામે એક ખેડૂતનાં કૂવામાં નાખી દઈ પુરાવાનો નાશ કર્યો હતો.હાલમાં સાપુતારા પોલીસની ટીમે મૃતક મહિલાનાં માતાનાં ફરિયાદનાં આધારે પતિ પ્રવીણભાઈ જ્યોતીગભાઈ પવાર રે.ગોંડલવિહીર તા.આહવા તથા બીજી પત્ની શીલાબેન પવાર રે.ગોંડલવિહીર તા.આહવા મૂળ રે.બોરખલ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી હોવાની વિગતો સાંપડેલ છે.

રિપોર્ટ. સંજય ગવળી. ડાંગ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!