એસ.વી.આઈ.ટી ,કોલેજ ઓફ આર્કિટેક્ચર “Zest o pus” નામક ફેસ્ટિવલનું આયોજન

એસ.વી.આઈ.ટી ,કોલેજ ઓફ આર્કિટેક્ચર “Zest o pus” નામક ફેસ્ટિવલનું આયોજન
વડોદરા નજીક વાસદ ગામમાં આવેલ એસ.વી.આઈ.ટી કોલેજના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી “Zest o pus” નામક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ ના અનેક નિષ્ણાંતો, કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હયાત વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવે છે. આ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે ફેસ્ટિવલનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે. જેમાં વિવિધ થીમ ઉપર વર્કશોપ, કોમ્પીટીશન અને સમાજ કલ્યાણ (સેવા) ના કાર્ય કરવામાં આવે છે.
દર વર્ષે અલગ અલગ થીમ ઉપર આયોજિત “Zest o pus-22” ની આ વખતની થીમ “વાસ્તવિકતા” છે. વાસ્તવિકતા નો અર્થ, વસ્તુઓની સ્થિતિ જે અસ્તિત્વમાં છે તેવા જ રૂપમાં સ્વીકારવી જોઇએ. તેવી જ રીતે વર્તમાન અને ભૂતકાળ નો ઉલ્લેખ કરીને આવનાર ભવિષ્ય ને ધારણ કરવું એ “Zest o pus” નું ઉદ્દેશ્ય છે.
“Zest o pus” માત્ર સાતત્ય અને પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરે છે “સમગ્ર અસ્તિત્વની વાસ્તવિકતા”
આ ફેસ્ટિવલનો શુભારંભ ૨૮મી માર્ચ ના દિવસે સમાજસેવાના કાર્યથી કરવામાં આવ્યો હતો. ફતેગંજ વિસ્તારમાં આવેલ ફકીર કી ઝોપડી નામક સંસ્થા સાથે સંકળાયેલા અને જરૂરીયાત મંદને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં આ ફેસ્ટિવલમાં અનેકવિધ વિષયો પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓના આવનાર ભવિષ્ય ને લગતા પ્રશ્નો આર્કિટેક્ચર વિભાગ કેવી રીતે દૂર કરશે એ વિશે જાણકારી આપવામાં આવી છે. આની સાથે બીજા અનેક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના નામાંકિત આર્કિટેક્ટસ દ્વારા તેમના વર્ષોના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરાશે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિકભાઈ પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય પ્રોફેસર શૈલેષ નાયર અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756