નવી પેન્શન સિસ્ટમને દૂર કરી જૂની પેન્શન સિસ્ટમ ફરીથી લાગુ કરવા માટે વિરોધ દર્શાવ્યો

પોલિટેકનિક અધ્યાપક મંડળના તમામ અધ્યાપકો એ નવી પેન્શન સિસ્ટમને દૂર કરી જૂની પેન્શન સિસ્ટમ ફરીથી લાગુ કરવા માટે વિરોધ દર્શાવ્યો
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પોલિટેકનિક અધ્યાપક મંડળના અધ્યાપકો દ્વારા જુની પેન્શન યોજનાની માગણી કરવામાં આવી રહી છે. આ માગણીના અનુસંધાને આજે પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો ધારણ કરીને બ્લેક ડે મનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને સુરતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે.
છેલ્લા ઘણા સમયથી પોલિટેકનિક અધ્યાપક મંડળના અધ્યાપકો જુની પેન્શન યોજના સહિત અનેક પડતર પ્રશ્નોની માગણી કરી રહ્યાં છે. સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતા પણ અધ્યાપકોની આ માગણી નો નિકાલ કરવામાં આવતો નથી. જેના કારણે પોલિટેકનિક અધ્યાપક મંડળના અધ્યાપકો દ્વારા સમગ્ર ગુજરાતમાં આજના દિવસે કાળી પટ્ટી ધારણ કરીને કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં જુની પેન્શન યોજના લાગુ છે તેથી ગુજરાતમાં લાગુ કરવાની માગણી સાથે અધ્યાપકો એ આજે શૈક્ષણિક કાર્ય ન બગડે તે રીતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. પોલિટેકનિક અધ્યાપક મંડળ ઉપરાંત ડીગ્રી કોલેજના અધ્યાપક મંડળ દ્વારા પણ ગુજરાત ભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
આ અંગે પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા બે હજાર કરતા વધુ અધ્યાપકોએ કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ પોલિટેકનિક અધ્યાપક મંડળ ઉપરાંત ગુજરાત રાજ્યના વિવિધ અધિકારી/કર્મચારી યુનિયનો પણ જોડાયા હતા અને તેઓએ પણ કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો ધારણ કરીને વિરોધ કર્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756