ઝઘડિયાના ટોઠીદરા ગામે નર્મદા નદીમાં ચાલતી રેતીની લીઝ મુદ્દે કલેક્ટરમાં રાવ

ઝઘડિયાના ટોઠીદરા ગામે નર્મદા નદીમાં ચાલતી રેતીની લીઝ મુદ્દે કલેક્ટરમાં રાવ
ઝઘડિયા તાલુકાના ગોવાલીથી પાણેથા ઈન્દોર સુધીની નર્મદા કિનારાની જમીનમાં ગેરકાયદેસર રીતે થતું રેતીખનન સળગતો પ્રશ્ન છે. આ બાબતે સાંસદ મનસુખ વસાવા પણ જવાબદાર અધિકારીઓને ટકોર કરી ચૂક્યા છે પરંતુ વહીવટી ગેરકાયદેસર રેતી ખનન સાંસદની ટકોર ને પણ નજરઅંદાજ કરી ચલાવાય રહ્યું છે.
ગેરકાયદેસર રીતે ઉલેચી રેતી વહન પ્રક્રિયામાં સેંકડો વીઘા જમીનમાં ઉભેલા પાકને નુકસાન થયું હોવાનો આક્ષેપ સાથે ખેડૂતો વર્ષોથી લડત ચલાવી રહ્યા છે, પરંતુ રેતી ખનન પ્રવૃત્તિ જવાબદાર વહીવટીતંત્ર અટકાવી શકતું નથી.
ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામના ગ્રામજનોએ આજરોજ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપી જણાવ્યું છે કે જુના ટોઠિદરા ગામના નર્મદા નદીના પટ વિસ્તારમાંથી ખાણ ખનીજ વિભાગ ભરૂચના કારણે ગામના સરપંચ કાંતિ મંગાભાઈ વસાવા, પરેશ અરવિંદ જિગોલા, અક્ષય મનહર વિરજાયા, પિયુષ મોહનસિંહ પ્રાકડા, સંદીપ અરવિંદ વસાવાનાઓ રાત દિવસ રીતે ખનન કરે છે જેના કારણે સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થઇ રહેલ છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756