અરવલ્લી ARTO કચેરીમાં કથીત ભ્રષ્ટાચાર

અરવલ્લી ARTO કચેરીમાં કથીત ભ્રષ્ટાચાર
Spread the love

અરવલ્લી ARTO કચેરીમાં કથીત ભ્રષ્ટાચાર : C.R.PATILના મિશન ૧૫૦ બેઠક પર વિજય માટે ફારસરૂપ.!! જીલ્લાની ત્રણે બેઠક પર કોંગ્રેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા બેઠકો પર કમળ ખીલે તે માટે અથાગ મહેનત કરી રહ્યા છે જેની જવાબદારી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના શીરે છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ૧૫૦ થી વધુ બેઠક જીતવા માટે ભાજપે એડી ચોંટીનું જોર લગાવ્યું છે અરવલ્લી જીલ્લાની ત્રણે વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો દબદબો છે બીજીબાજુ જીલ્લામાં સરકારી કચેરીઓમાં બાબુઓના રાજથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે ભાજપની સરકારમાં જીલ્લા એઆરટીઓ કચેરીમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ફાટીને ધુમાડે જતા લોકોમાં છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે બાબુગીરી અને ભ્રષ્ટાચારથી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રણે બેઠક પર ભાજપને નુકશાન પહોંચાડી શકે છે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, હોદ્દેદારો અને કાર્યકરો જીલ્લાની ત્રણે વિધાનસભા બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય પ્રાપ્ત કરે તે માટે દિવસ-રાત તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લા એઆરટીઓ કચેરીમાં વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા રહેતા હોવાની સાથે અરજદારો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરી કોઈ પણ કામકાજ માટે એજન્ટ પાસે ધકેલી દેતા હોવાથી લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે અરજદારોમાં ભાજપના શાસનમાં એઆરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર ફુલોફાલ્યો હોવાનો અહેસાસ થતા લોકોં તેનો રોષ આગામી વિધાનસભાની બેઠક ચૂંટણીમાં ઠાલવે તો નવાઈ નહીં મોડાસા અને બાયડ વિધાનસભા બેઠક ભાજપે નજીવા માર્જીનથી ગૂમાવી હતી ત્યારે એઆરટીઓ કચેરીની કામગીરીથી તોબા પોકારી ઉઠેલા અરજદારોની નારાજગી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુશ્કેલી સર્જી શકે છે જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર આરટીઓ કચેરીમાં કામકાજ અર્થે મુલાકાત લેનાર અરજદારોને દલાલો પાસે ધકેલી દેવામાં આવતા લૂંટાઈ રહ્યા છે.

રિપોર્ટ :- અર્પણ રાઠોડ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!