ગીર સોમનાથ જિલ્લાના રસ્તાઓની વેદના વ્યથા અને કરમ કથા

ગીર સોમનાથ જિલ્લાના રસ્તાઓની વેદના વ્યથા અને કરમ કથા
અક્સ્માતોની ભૂમિ ગુજરાત અને ટ્રાફિક દંડ નીતિ અને અંગ્રેજી શાસનની યાદ અપાવતો ટોલટેક્ષ
ગીર સોમનાથ જિલ્લાના જર્જરીત રસ્તાકાંડના ગૌરવશાળી ઇતિહાસનું સર્જન
ગુજરાતની ભૂમિ એટલે અક્સ્માતો ની ભૂમિ એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. રોડ અકસ્માતમાં અનેક લોકો ગુજરાતમાં મરણ ને શરણ થયા છે તો બીજી તરફ આ બાબતે તંત્ર ની બિનસંવેદશીલતા અને નાગરિકો ની બિન જાગ્રુતિ જવાબદાર છે કે પછી તેના માટે કોઈ ડર જવાબદાર છે તે મહત્વનો સવાલ છે………!!! પત્રકારો અને અખબારો લખી લખીને અને સત્ય પ્રકાશિત કરીને થાકીને લોથપોથ થઈ ગયા પણ આ નિર્લજ તંત્ર આટલુ બેદરકાર શા માંટે એ જ ખબર પડતી નથી…. ગીર સોમનાથ જિલ્લામાં નવનિર્મિત રસ્તો હવે તો ઇતિહાસ બની ગયો હોય તેમ લાગે છે અને વધુમાં વધુ ખાડાઓ અને ટેકરાઓ આકાર લઈ રહ્યા છે…… પ્રાણઘાતક રસ્તાઓ, જોખમી પુલો ખરેખર જર્જરીત રસ્તા કે તંત્ર એ બાબતે સવાલો ઉભા કરે છે……!!! કવિ કલાપી નું કાવ્ય આ સમયે યાદ આવે છે……. જે ખરેખર આ વિષયને અનુરૂપ છે…. આજે ખરેખર ભારતમાતા
રડે છે તેવુ લાગી રહ્યુ છે.
” રસહીન થઈ ધરા, દયાહિન થયો નૃપ;
નહિ તો ના બંને આવું, ‘ બોલી માતા ફરી રડી.”
ગીર સોમનાથ જિલ્લાના નેશનલ હાઇવે નું ગોકલગાયની ગતિએ ચાલતું કાર્ય અને આ કાર્ય દ્વારા સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પ્રજાજનો માટે દુનિયાની અજાયબી સમાન ટ્રેકિંગ રોડ બનાવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે……… જેમકે આપતિ આશીર્વાદ લાગે છે ને પીડા પ્રભુનો પ્રસાદ લાગે છે, ગીર સોમનાથ જિલ્લામાં જર્જરીત રસ્તો જ ગુજરાતનો વિકાસ લાગે છે.
ઉલ્લેખનીય છે કે ઘણી વખત પ્રજાજનો દ્વારા રસ્તા રોકો અને રસ્તા બંધ જેવા પ્રદર્શન કરવામાં આવ્યા અને ઘણી વખત વિધાનસભામાં પણ ગીર સોમનાથ જિલ્લાના રસ્તાઓ ગાજવીજ સાથે ગાજયા પણ આ બાબતે કોઇ નક્કર પગલાં કે પરિણામ આવ્યું નહિ અને એ જ ગોકલગાયની ગતિએ રસ્તો ચાલતો રહ્યો તેને પ્રજાની કે પ્રજાના પ્રતિનિધિઓની નિંદા થી કોઈ જ ફર્ક પડતો જ નથી…… એ તો બિંદાસ કહે છે કે આખરે તમારે ચાલવું તો રસ્તા પરથી પસાર થઈ ને જ. રસ્તાની ગરજ તો રહેવાની જ……… લોકશાહી દેશમાં જર્જરીત રસ્તાઓ કેવી રીતે નાગરિકો ઉપર આ અત્યાચારો કરી શકે એ ખબર પડતી નથી. આજે બીજી તરફ આ ખાડા ટેકરા અને ખેતરાવ જર્જરીત રસ્તાઓમાંથી પસાર થઇ કોઈ નિર્દોષ નાગરિક પોતાના કામધંધો, નોકરી, વ્યવસાય અને અભ્યાસ જેવા કારણોસર કમ્મર તોડ રસ્તામાથી પસાર થાય ત્યા તો ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક નિયમોની નિયમવાલી સાથે હાજર હોય છે……….. દુર્ગંમ રસ્તાઓ અને કાળજાળ ગરમી ઉપરથી વધતી જતી મોંઘવારી નો ત્રિવિધ માર સહન કરી અને અંતે નાગરિક તડકાની આંખ પણ ઉઘાડે ના ઉઘાડે ત્યાં તેમને જડપી પાડે છે. માસ્ક દંડ પોલિસી, બીજી તરફ આ ટ્રેકિંગ રસ્તામાં ટોલનાકાઓ……! આ ટોલ બાબતે રાજશાહીનો યુગ યાદ આવે છે જયારે ગુજરાત ના સોલંકી કાળમાં સિદ્ધરાજ જયસિંહ ના સમયમાં તેમની માતા મીનલદેવી દ્વારા સોમનાથ આવતા પ્રવાસીઓ માટે ટેક્સ માફ કરવામાં આવ્યો હતો….. અંગ્રેજી શાસન કાળમાં પણ જર્જરીત રસ્તાઓ ઉજજડ રસ્તાઓ બાબતે કોઈ કર નહોતો પણ એક લાખ કદમ આગળ ચાલીને નાગરિકોનું નિકંદન કાઢવાનું આ કોણે નક્કી કર્યું છે……??શુ આ બાબતે કોઇ જ લગામ નથી…?? આ બાબતે નાગરિક ના હિતમાં કોઈ પગલાઓ ભરવામાં આવશે કે કેમ…?? ટ્રાફિક દંડ પોલિસી આ બધુ સહન કરીને અનેક નિર્દોષ અને સામાન્ય નાગરિકો માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવા મજબૂર અને મજબૂત પણ બન્યા છે. એવુ નથી કે કોઈ નાગરિક દ્વારા આ રસ્તાની સમસ્યાઓ બાબતે ન્યાયાલયમાં દ્વાર નથી ખખડાવ્યા……….!! વકીલો દ્વારા તો જાહેર જનહિતની અરજીઓ પણ કરવામાં આવી અને મીડિયાએ અહેવાલો અને સત્ય પ્રકાશિત કર્યુ. હવે સંવેદશીલ… ધારદાર અને અસરદાર સરકાર નાગરિક સંરક્ષણ અને સુવિધા બાબતે કોઈ નક્કર પગલાં ભરે છે કે કેમ તે જોવુ રહ્યું………… ત્યાં સુધી ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને સરકાર દ્વારા નવનિર્મિત જર્જરીત ટ્રેકિંગ રોડનો આનદ લેવા વિનતી…. જય જય ગરવી ગુજરાત જય જય ગીર સોમનાથ
રિપોર્ટ : પારુલ સોલંકી, પ્રેસ રિપોર્ટર
ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756