રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી SOG પોલીસ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી SOG પોલીસ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષકશ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા અને આજુ-જુના જીલ્લામાંથી હથિયારની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને SOG પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.એમ.જાડેજા PSI એચ.એમ.રાણા ના સીધા માર્ગદર્શન હેઠળ SOG બ્રાંચના માણસો ગોંડલ સીટી વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ને બાતમી આધારે હકીકત મળેલ કે સાહીલ સલીમભાઇ પઠાણ રહે.જેતપુર જાગ્રુતિનગર જી.રાજકોટ વાળાએ પોતાના કબ્જામાં ગેરકાયદેસર હથિયાર રાખેલ છે. હાલ ગોંડલ ગુંદાળા ચોકડી ઓવરબ્રીજ પાસે જેતપુર તરફ જતા સર્વીસ રોડ ઉપર ઉભેલ હોવાની હકિકત મળતા હકીકત આધારે રેઇડ કરી મજકુર ઇસમને હથિયાર સાથે પકડી પાડી ગોંડલ સીટી પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપીઃ સાહીલ સલીમભાઇ પઠાણ જાતે.સિપાહી ઉ.૨૧ રહે.જેતપુર જાગ્રુતિનગર અંકુર સ્કુલ પાસે રાજકોટ. કબ્જે કરેલ મુદામાલ દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756