કડી ના સરસાવ ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામ ધૂમથી પૂર્ણ થયો

કડી ના સરસાવ ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામ ધૂમથી પૂર્ણ થયો
ચેહરભવાની તથા ગોગા મહારાજ જીણોધ્ધાર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાજતે ગાજતે પૂર્ણ થયો
કડી તાલુકામાં આવેલ સરસાવ ખાતે ચેહર માતાજી મંદીર સંસ્થા દ્વારા ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં માતાજીનો યજ્ઞ અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. જીણોધ્ધાર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં જેમાં મોટી સંખ્યામાં ભક્તો એ દર્શનો લાભ લીધો હતો.
સરસાવ ખાતે ચેહર માતાજીની અસીમ કૃપાથી સરસાવ ગામની પવિત્ર પૂર્ણ્યમય ધરાપર ચેહરભવાની તથા ગોગા મહારાજ અને આ મહોત્સવ માં અનેક કાર્યક્રમ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવી ભકતો જોડાયા હતા.અને યજ્ઞ ની પૂર્ણાહીતી માં મહાપ્રસાદ નો લાભ ભકતો લીધો હતો.અને અનેક દાતાશ્રી ઓ દ્ધારા આ મહોત્સવ માં પોતાની યથા શક્તિ પ્રમાણે દાન ભેટ આપવામાં આવ્યું હતું અને આ મહોત્સવ ને સફળ બનાવવા માટે કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.
આ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, તાલુકા જીલ્લા સદસ્ય અજયસિંહ જાડેજા, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, મહેસાણા ડીસ્ટીક બેંક ચેરમેન વિનોદભાઈ પટેલ, મહેસાણા જીલ્લા તાલુકા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, એ.પી.એમ.સી ચેરમેન રાજુભાઈ પટેલ અને ગામના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.અને આ માતાજીનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામ ધૂમથી ઉજવાયો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756