વાંકલ : સિંચાઈ વિભાગના અધિકારીઓ અને એજન્સી ની બેદરકારી

વાંકલ આંબાવાડી લવેટ વિસ્તાર માં 500 કરોડની ગોડધા વડ ઉદૃવહન સિંચાઇ યોજના મા પાણીનો વ્યાપક બગાડ…
સિંચાઈ વિભાગના અધિકારીઓ અને એજન્સી ની બેદરકારી છતી થઇ…
ઠેરઠેર ખેતરોમાં પાણી ભરાયા હજારો લીટર પાણી ખુલ્લી જગ્યા માં વહી રહ્યું છે
માંગરોલ, દેગડીયા
રાજ્ય સરકાર દ્વારા માંગરોળ અને માંડવી તાલુકાના બિનપિયત વિસ્તારના ખેડૂતો માટે રૂપિયા ૫૦૦ કરોડના ખર્ચે સાકાર કરેલ ગોડધા વડ ઉદૃવહન સિંચાઇ યોજના માં સિંચાઈ વિભાગના અધિકારીઓ અને એજન્સી ની બેદરકારીને કારણે વાંકલ આંબાવાડી લવેટ સહિતના વિસ્તારોમાં સિંચાઈ યોજનાની લાઈનના વાલ્વ માંથી પાણીનો વ્યાપક પ્રમાણમાં ઠેર ઠેર બગાડ થઇ રહ્યો છે એક તરફ ઉનાળામાં એક-એક ટીપું પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે ત્યારે હજારો ગેલન પાણીનો મોટા પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા માંગરોળ અને માંડવી તાલુકાના બિનપિયત વિસ્તારના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માટે રૂપિયા ૫૦૦ કરોડના ખર્ચે કાકરાપર ગોડધા વડ ઉદૃવહન સિંચાઇ યોજના માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ના અથાગ પ્રયત્નોથી આ યોજના સાકાર થઇ છે જેનું એક વર્ષ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ લોકાર્પણ કર્યું હતું પરંતુ ખૂબ જ ટૂંકા સમય ગાળા માં સિંચાઈ યોજનાની પાઇપ લાઇન માંથી વાલ્વ ની ચોરી ના બનાવો બનતા રહ્યા છે જેને કારણે પાણીનો બગાડ થયો છે કેટલીક જગ્યાએ લાઇન પર વાલ્વ બેસાડવામાં આવ્યા નથી જેને કારણે ખેતરોમાં પાણી વહી રહ્યું છે ભર ઉનાળામાં ખુલ્લી જમીનો પાણીથી તરબોળ બની છે ખાડા કોતરો ઉભરાઇ રહ્યા છે સરકારે કરોડોના ખર્ચે લાંબા ગાળા ની યોજના સાકાર કરી છે પરંતુ જવાબદાર અધિકારીઓ અને એજન્સી ની બેદરકારીના કારણે યોજના સામે સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોના સારા ભવિષ્ય માટે આ બાબતે ખેડૂતોમાં પણ લોક જાગૃતિ ની જરૂર છે
………………………..
ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ઉભો પાક બગડવાનો અને કૃષિ પાક વાવણી નો સવાલ થયો..
વાંકલ લવેટ આંબાવાડી પાતલદેવી સહિતના વિસ્તારમાં ગોડધા વડ ઉદૃવહન સિંચાઇ યોજના નું પાણી મોટા પ્રમાણમાં બગડી રહ્યું છે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઇ જતા ખેડૂતોને કૃષિ પાક હવે ચોમાસાની ઋતુ માટે કઈ રીતે વાવવો તે પણ એક સવાલ છે જ્યારે કેટલાક ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે આવા સંજોગોમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ યોજના પર પ્રત્યે ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે જરૂરી છે ખેડૂતો સાથે આ બાબતે દરેક ગામ મીટીંગ ગોઠવી સંકલન કરવાની પણ જરૂર છે પરંતુ સિંચાઇ વિભાગના અધિકારીઓ અને એજન્સી પોતાની જવાબદારી હોવા છતાં યોજના પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે ખેડૂતોના ભવિષ્ય સાથે જોડાયેલી લાંબા ગાળાની યોજના સામે સવાલો ઉઠી રહ્યા છે
રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756