સુપર ફાસ્ટ બોલર શોધવાનો એક દિવસનો રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાશે

સુપર ફાસ્ટ બોલર શોધવાનો એક દિવસનો રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાશે
Spread the love

સુપર ફાસ્ટ બોલર શોધવાનો એક દિવસનો રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાશે

મોટામિયા માંગરોલ મુકામે મોટા બોબાત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સુપર ફાસ્ટ બોલર શોધવાનો એક દિવસનો રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાશે..

સુરત જિલ્લા ના તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે ઇસ્માઇલ બોબાત ( રાજા) એ સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે જેનો લાભ આપણા વિસ્તાર તથા સાઉથ ગુજરાત ના બોલરો ને થશે.જે અંતર્ગત
આદિત્ય બિરલા કેપિટલ ના સહયોગ થી બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત રફતાર કી ખોજઅંતર્ગત એક ફાસ્ટ બોલર ટેલેન્ટ હંટ નો એક કાર્યક્રમ મોટા મિયા માંગરોલ ના મોટા બોબાત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર અગામી તારીખ તા.૦૨/૦૬/૨૦૨૨ના સવાર ના ૮:૦૦વાગ્યા થી શરૂ થશે આ પ્રોગ્રામ ફક્ત એક દિવસ નો રહશે ઉપરોક્ત કાર્યક્રમ ઈખર એક્સપ્રેસ મુનાફ પટેલના અથાર્થ પ્રયત્નો થી સંભવ થયો છે
જેમાં ફાસ્ટ બોલેરો માટે બરોડા ક્રિકેટ એસોસિયેશનજોડે જોડાવાની ઉત્તમ તક છે.મુનાફ પટેલ સાથે બરોડા ના સી.ઈ. ઓ અને મુંબઈ રણજી ટીમ ના ભૂતપૂર્વ કેપ્ટન શિશિર હતંગડી બરોડા ના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરો પણ માંગરોલ મુકામે આવશે .ઉપરોક્ત કેમ્પ માં સીલેક્ટ થયેલ બોલરો ને બરોડા ક્રિકેટ એસોસિયેશનના ક્રિકેટ કેમ્પ માં મુકવામાં આવશે અને તેઓને ફ્રીઆધુનિક તાલીમ આપવામાં આવશે
દરેક બોલરે વ્હાઈટ ડ્રેસમાં આવાનું રહશે.દરેક બોલરે તા.૦૨/૦૬/૨૦૨૨ ના મોટા બોબાત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ મોટામિયા માંગરોલ ખાતે સમયસર સવારે ૦૮:૦૦વાગે ફૂલ વ્હાઈટ ડ્રેસમાં પહોંચવા નું રહશે.આ ફાસ્ટ બોલર શોધમાં ફક્ત સુરત અને ભરૂચ જિલ્લા તાલુકાના ગામો ના બોલરો એ ભાગ લેવાનો રહેશે રહશે 19 થી 21 વર્ષ વાળા બોલરોએ એ સવારે (8)આઠ કલાકે અને 16 થી 18વર્ષ વાળા બોલરોએ એ સવારે (10) દસ કલાકે અવશ્ય હાજર રહેવું , સાથે આધારકાર્ડ જન્મના દાખલાની નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવવાનો રહેશે વધુ માહિતી માટે મોબાઈલ નંબર 7990189068 સરફરાજ ભાઈનો સંપર્ક કરવાનો રહેશે એમ આયોજકોએ અખબારી યાદીમાં જણાવેલ છે

રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોલ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!